Site icon Revoi.in

રાજ્યના વન કર્મચારીઓએ વૃક્ષો વાવીને પોતાની માગણીઓના ઉકેલ માટે માગ કરી

Social Share

અમદાવાદઃ રાજ્યમાં વન વિભાગના કર્મચારીઓ પણ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે 6 સપ્ટેમ્બરથી અચોક્કસ મુદતની રજા ઉપર ઉતર્યા છે. વનરક્ષક અને વનપાલની માંગણીઓનું કોઈ સુખદ નિરાકરણ ન આવતા રાજ્યનાં દરેક જિલ્લામાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે 72 વૃક્ષો વાવી સંદેશ પહોંચાડવાનાં કાર્યક્રમનાં અનુસંધાને તમામ જિલ્લાઓમાં કાર્યક્રમો યોજાયા હતા.

બનાસકાંઠામાં શનિવારે પારપડા ગામના રામદેવપીર મંદિર ખાતે વનરક્ષક અને વનપાલ કર્મચારી મંડળ દ્વારા વડાપ્રધાનનાં જન્મદિવસ નિમિત્તે 72 વૃક્ષ વાવી, વૃક્ષને લીલી પટ્ટી બાંધી, દરેક કર્મચારીઓ ખાખી પેન્ટ અને વાઈટ ટી-શર્ટમાં લીલી પટ્ટી ધારણ કરી મંડળની માગણીઓનાં સૂત્રોચાર સાથે  વડાપ્રધાન મોદીને સંદેશ સાથે પોતાની માગણીઓ અવગત કરાવા, તેમજ સત્વરે સ્વીકારવા અને આંદોલનને વધુ ઉગ્ર બનાવવા મજબૂર ન કરવા વિનંતી કરી હતી.આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાના વનરક્ષક અને વનપાલ યુનિયનના પ્રમુખ વાઘજી ચૌધરી તેમજ બનાસકાંઠા જિલ્લાના સમગ્ર વનપાલ અને વનરક્ષકોએ હાજરી આપી ઉગ્ર વિરોધ કરતા સુત્રોચાર કર્યો હતો.

આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લા વનરક્ષક અને વનપાલ યુનિયનના ઉપપ્રમુખ વિનોદ સોલંકી તેમજ મહામંત્રી બીપીનભાઇ સોલંકી, દાનુભા ગોહિલે સરકારને ચેતવણી આપતા કહ્યું કે, જો ટૂંક સમયમાં હકારત્મક નિર્ણય નહીં લેવાય તો ઉપવાસ આંદોલન પર ઉતરી જઈશું.  સુરેન્દ્રનગર ખાતે જિલ્લા વનરક્ષક અને વનપાલ કર્મચારી મંડળ દ્વારા વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે 72 વૃક્ષ વાવી વૃક્ષોને લીલી પટ્ટી બાંધી તેમજ દરેક કર્મચારીઓ ખાખી પેન્ટ અને વાઈટ ટીશર્ટમાં લીલી પટ્ટી ધારણ કરી મંડળની માગણીઓ સૂત્રોચાર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભ સંદેશ સાથે પોતાની માગણીઓથી અવગત કરવા તેમજ સત્વરે સ્વિકારવા અને આંદોલનને વધુ ઉગ્ર બનાવવા મજબૂર ન કરવા વિનંતી સહ સંદેશ પહોચાડ્યોં છે. આ કાર્યક્રમ સુરેન્દ્રનગર જિલ્લાના વનરક્ષક અને વનપાલ યુનિયનના તેમજ ઉપ પ્રમુખ વિનોદ સોલંકી, મહામંત્રી બીપીન સોલંકીએ સુરેન્દ્રનગર જિલ્લાના સમગ્ર વનપાલ અને વનરક્ષકોઓએ હાજરી આપી ઉગ્ર વિરોધ કરતા સુત્રોચાર કર્યો હતો.