Site icon Revoi.in

દેશની આ ચાર મહિલાઓ રચશે ઈતિહાસ – ઉત્તર ઘ્રુવથી 16 હજાર કિમી વિમાનની લાંબી યાત્રા માત્ર મહિલાઓ ચાલક દળ સાથે પૂર્ણ થશે

Social Share

દિલ્હીઃ-આજ રોજ શનિવારે  ભારત દેશની ચાર મહિલાઓ ઉત્તર ધ્રુવથી વિશ્વની સૌથી લાંબી હવાઈ સફર પૂર્ણ કરીને ઇતિહાસ રચશે. પ્રથમ વખત, ચાર મહિલા ડ્રાઈવરોનો ક્રૂ 16 હજાર કિલોમીટર લાંબી ફ્લાઇટની યાત્રા પૂર્ણ કરશે.

એર ઇન્ડિયાના દિલ્હી બેઝ પર તૈનાત કેપ્ટન ઝોયા અગ્રવાલ સેન ફ્રાન્સિસ્કોથી બેંગ્લોર આવતા વિમાનની મહિલા ચાલક દળનું નેતૃત્વ કરશે.જોયાવર્ષ  2013 માં બોઇંગ 777 ઉડાન કરનારી વિશ્વની સૌથી યુવા મહિલા પાઇલટ બની હતી. હવે આ નવો રેકોર્ડ તેની બીજી મોટી સિદ્ધિ હશે.

એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ઝોયા સાથે  કેપ્ટન તનમઈ પપાગિરી, કેપ્ટન આકાંક્ષા સોનાવણે અને કેપ્ટન શિવાની મન્હાસ છે,ઝોયાએ ફ્લાઇટની ઉડાન ભરતા પહેલાં કહ્યું, આ શાનદાર  સ્વપ્ન સાકાર થવા જેવું છે. દરેક પાઇલટ આ માટે સખત મહેનત કરે છે પરંતુ તક મળવી મુશ્કેલ છે.

એર ઇન્ડિયા અને ઉડ્ડયન મંત્રાલયે મને આ તક આપીને મને ખૂબ મોટી જવાબદારી સોંપી છે. ઝોયા એર ઇન્ડિયાની પહેલી મહિલા કમાન્ડર હશે જે વિશ્વના સૌથી લાંબી હવા માર્ગે ક્રૂનું નેતૃત્વ કરશે. એર ઇન્ડિયાના પાઇલટ્સ પણ પહેલા આ માર્ગને ચાલી ચૂક્યા છે, પરંતુ પહેલી વખત અવું બન્યું છે કે જેમાં  આખો ચાલક દળ મહિલાઓનો છે.

આ બાબતને લઈને કેપ્ટન ઝોયા અગ્રવાલ, પાઇલટએ ખુશી વ્યક્ત કરીને જણાવ્યું હતું કે, “હું તે વિચારીને  સાતમા આસમાને પહોંચી જવ  છું કે, હું ઉત્તર ધ્રુવની ઉપરથી સૌથી મોટી યાત્રા માટે વિમાનની ઉડાન ભરીશ. જ્યારે આપણે ઉત્તર ધ્રુવ ઉપરથી પસાર થઈશું, ત્યારે કેમ્પસની સોય 180 ડિગ્રી ફરી જશે અને આપણા જીવનમાં એક નવો રેકોર્ડ ઉમેરવામાં આવશે”.

ઉલ્લેખનીય છે કે, ઉત્તર ધ્રુવ ઉપરથી પસાર થતો ધ્રુવીય માર્ગ પડકારોથી ભરેલો છે. ઉડ્ડયન કંપનીઓ તેના પર તેમના સૌથી કુશળ અને અનુભવી પાઇલટ્સને જ મોકલે છે. એર ઇન્ડિયાએ આ વખતે પહેલી વાર માત્ર મહિલાઓને  આ જવાબદારી સોંપી છે.

સાહિન-