Site icon Revoi.in

ધ્યેય હંમેશા કાર્યક્ષમતા અને ક્ષમતા જોઈને જ નક્કી કરવું જોઈએ

Social Share

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે મોટો માણસ બને અને તેને જીવનમાં દરેક પ્રકારની સફળતા મળે જેની તેને જરૂર છે, પણ કેટલાક લોકોને સફળતા મળે છે અને કેટલાક લોકોને સફળતા મળતી નથી. આની પાછળના પણ કેટલાક કારણો હોય છે.

જ્યારે કોઈ વ્યક્તિ પોતાની ક્ષમતા કરતા વધારે આશા રાખે અને ઈચ્છા કરતા ઓછું કામ કરે ત્યારે તેને સફળતા મળતી નથી. પણ જ્યારે કોઈ વ્યક્તિ પોતાની ક્ષમતા કરતા વધારે અને ઈચ્છા કરતા વધારે કામ કરે છે ત્યારે તેને ચોક્કસપણે સફળતા મળે છે.

આ ઉપરાંત પણ જો વાત કરવામાં આવે તો કેટલાક લોકો કામ અને મહેનત કરતા હોય છે પણ તેમના આત્મવિશ્વાસની કમી હોય છે જેના કારણે તેઓની પાસે બધુ જ હોવા છત્તા તેઓ અસફળ રહી જતા હોય છે અને કેટલાક લોકો એવા પણ હોય છે કે જે લોકો પાસે કેટલાક સંશાધનો હોય અને કેટલાક ન પણ હોય તો પણ તે લોકોને સફળતા મળે છે કારણ કે તે લોકોનો આત્મવિશ્વાસ જ તેમને અડધી સફળતા અપાવી દે છે.

જો વાત કરવામાં આવે શ્રમ કરવાની શક્તિ વિશે તો મહાનુભવો એવું પણ કહીને ગયા છે કે સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી.