Site icon Revoi.in

સરકારે દિલ્હીવાસીઓને આપી મોટી રાહત, 26 જુલાઈથી 100 ટકા ક્ષમતાવાળી મેટ્રો અને બસ દોડશે

Social Share

દિલ્હી:હાલ કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.ત્યારે રાજધાની દિલ્હીમાં કોરોના કેસની ઘટતી સંખ્યાને જોતાં લોકડાઉન થી લોકોને મોટી રાહત મળી છે. 26 જુલાઈથી રાજ્યમાં ઘણી છૂટછાટ આપવામાં આવી છે. નવી ગાઈડલાઈન હેઠળ હવે મેટ્રો અને બસોને દિલ્હીમાં 100 ટકા ક્ષમતા સાથે સંચાલન કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ સાથે સિનેમા હોલ, થિયેટર અને મલ્ટિપ્લેક્સ બિઝનેસમાં જોડાયેલા લોકોને પણ રાહત મળી છે.

શનિવારે આ અંગે નવી ગાઈડલાઈન જારી કરવામાં આવી છે. રાજ્યમાં 26 મી જુલાઈથી સવારે 5 વાગ્યાથી દિલ્હી મેટ્રોને 100 ટકા ક્ષમતા સાથે સંચાલિત કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર સિનેમા હોલ, થિયેટરો અને મલ્ટિપ્લેક્સ 50 ટકા ક્ષમતાવાળા કાર્ય કરી શકશે.

આ સાથે ડીટીસી અને ક્લસ્ટર બસોમાં બેસવાની ક્ષમતા પણ વધારીને 100 ટકા કરી દેવામાં આવી છે. નવા નિયમો હેઠળ હવે લગ્ન સમારોહમાં 50 ની જગ્યાએ 100 લોકો ભાગ લઈ શકશે. આ સાથે,હવે અંતિમ સંસ્કારમાં 20 ની જગ્યાએ 100 લોકો ભાગ લઈ શકશે. 26 જુલાઈથી મળેલી કેટલીક છૂટમાં સ્પાને શરતો સાથે ખોલવાની મંજૂરી પણ આપવામાં આવી છે.