Site icon Revoi.in

પ્રિકોશન ડોઝને લઈને સરકારે સમય મર્યાદા ઘટાડી – 9 મહિનાના બદલે હવે 6 મહિનામાં લઈ શકાશે બુસ્ટર ડોઝ

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોના મહામારીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે, કોરોનાની સામે વેક્સિન સુરક્ષા કવચ બનીને ઊભરૂ આવી છે તેવી સ્થિતિમાં બે ડોઝ બાદ સરકારે સાવચેતીના જોધ રુપે ત્રીજો ડોઝ લેવાની સૂચના જારી કરી હતી, જો કે વેક્સિન લીધા બાદ આ પ્રિકોશન ડોઝ લેવા માટે 9 મહિનાનો ગાળો રાખવામાં આવ્યો હતો.

ત્યારે હવે સરકારે પ્રિકોશન ડોઝને લઈને મહત્વની જાહેરાત કરીછે, 18 થી વધુ વર્ષના લોકો માટે પ્રિકોશન ડોઝ લેવાનો સમયગાળો જે 9 મહિનાનો હતો તે હવે 6 મહિનાનો કરવામાં આવ્યો છે,આ બાબતે સરકારે નિવેદન જારી કર્યું છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે કોવિડ-19 સાવચેતીના ડોઝનું અંતર હાલના 9 મહિનાથી ઘટાડીને 6 મહિના કર્યું છે.18 થી 59 વર્ષના લાભાર્થી સાવચેતી અથવા બૂસ્ટર ડોઝ મેળવવા માટે કોઈપણ ખાનગી કોવિડ રસીકરણ કેન્દ્રોમાં જઈ શકે છે. જ્યારે વૃદ્ધો, આરોગ્યસંભાળ કાર્યકરો અને 60 વર્ષથી વધુ ઉંમરના ફ્રન્ટલાઈન કામદારો 6 મહિનાના ડબલ રસીકરણ પછી કોઈપણ સરકારી રોગપ્રતિરક્ષા કેન્દ્રમાં જઈને રસી મેળવી શકે છે. આ માટે તેઓએ કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.

આ અંગે તમામ સંબંધિત રાજ્યો અને રસીકરણ કેન્દ્રોને યોગ્ય માર્ગદર્શિકા મોકલી દેવામાં આવી છે. આ સંબંધમાં આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક પત્ર મોકલવામાં આવ્યો છે.