Site icon Revoi.in

આ રાજ્યની સરકારે કરી મહત્વની જાહેરાત – 1 એપ્રિલથી તમામ મહિલાઓ અને વિદ્યાર્થીઓને બસ પાસ મફતમાં આપશે

Social Share

દિલ્હીઃ-  વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છએ ત્યારે ગરકે પક્શ પોતાની પાર્ટીને મજબૂત બનાવવા જનતાને રિઝવવાના પ્રયત્નમાં ચે ત્યારે હવે કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી પહેલા બીજેપીના નેતૃત્વવાળી બોમાઈ સરકારે મહિલાઓ અને વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત કરી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે રાજ્યની  સરકારે કહ્યું કે તેમની સરકાર 1 એપ્રિલથી રાજ્યની તમામ મહિલાઓ તથા  વિદ્યાર્થીઓને મફત બસ પાસ આપશે. રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તારીખો હજુ જાહેર કરવામાં આવી નથી. આ પહેલા રાજકીય પક્ષો મતદારોને અનેક લાભ આપી રહ્યા છે.

જો કે આ સ્કિમ પહેલા રાજધાની દિલ્હીમાં પણ લાગૂ કરાઈ છે, દિલ્હીની કેજરીવાલ સરકાર પણ મહિલાઓને મફત બસ પાસ આપે છે, પરંતુ હવે બોમ્માઈ સરકારે એક પગલું આગળ વધાર્યું છે અને મહિલાઓ તેમજ વિદ્યાર્થીઓને મફત બસ પાસ આપવાની જાહેરાત કરી છે.જેનાથી મહિલાઓ અને અભ્યાસ કરતી બાળઆઓને લાભ થશે.

ઉલ્લેખનીય ચે કે આ પહેલા સરાકેર ખેડૂતોને લઈને પણ મહત્વની જાહેરાત કરી છે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ શુક્રવારે રાજ્ય સરકારનું બજેટ રજૂ કરતી વખતે ચૂંટણી વર્ષમાં ખેડૂતોને આકર્ષવા માટે ઘણી જાહેરાતો કરી હતી. તેમણે ખેડૂતોને આપવામાં આવતી વ્યાજમુક્ત ટૂંકા ગાળાની લોનની મર્યાદા રૂ. 3 લાખથી વધારીને રૂ. 5 લાખ કરવાની જાહેરાત કરી હતી. ત્યારે તેઓ હવે મહિલાઓ મતદાતાઓ માટે મફ્ત બસ પાસ આપી રહ્યા છે.