Site icon Revoi.in

સરકાર એર ઈન્ડિયાનું વેચાણ કરીને 15 હજાર કરોડની જંગી આવક મેળવશે ,જે કલ્યાણકારી કાર્યમાં ઉપયોગમાં લેવાશે

Social Share

દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોનાકાળને લઈને અનેર બાબતે બદલાવ જાવા મળ્યો છે ત્યારે વેક્સિનેશનનો મોટો ખર્ચ પમ સરકારને માથે છે, આ સાથે જ એર ઈન્ડિયા કે જે કેટલાક સમયથી ડેવામાં ડૂબી છે જેનું સરકાર ખાનગીકરણ કરવા જઈ રહી છે.

કેન્દ્ર સરકારને વધુ નાણાકીય સ્ત્રોત અનિવનાર્યતા છે આવી સ્થિતિમાં, કેન્દ્ર સરકારે વિનિવેશનો ટાર્ગેટ નકકી કર્યો છે.આ સમગ્ર મામલે સંસદમાં રજુ થયેલા બજેટ દરમિયાન કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમને વિનિવેશની વિગતોરજુ કરી હતી, જે પ્રમાણે એર ઈન્ડિયાનું પણ વેચાણ કરવામાં આવશે. સરકારના જણાવ્યા પ્રમાણે, એર ઈન્ડિયાન વેચાણથી 15 હજાર કરોડની આવક મળશે.

કેન્દ્ર સરકાર આમાંથી ઉત્પન્ન થયેલી આવકનો ઉપયોગ કલ્યાણકારી યોજનાઓમાં કરવા ઈચ્છે છે ,નુકશાનમાં સપડાયેલા સરકારી એકમો વેચવાનો હેતુ દેશમાં વિકાસના કાર્યો આગળ વધે અને માળખાગત ક્ષેત્રમાં વધુ રોકાણ કરવાનો છે.

એર ઈન્ડિયાની ખરીદી માટે જે ઉદ્યોગપતિઓ લાઈનમાં છે તેમાં સૌથી મોખરે ટાટા ગ્રુપ્નું નામ રહ્યું છે અને તેને ફ્રન્ટ રનર માનવામાં આવી રહ્યું છે.કેન્દ્ર એ આ કાર્યને પૂર્ણ કરવા માટે મૂલ્યાંકનની વ્યવસ્થા પણ કરી છે અને તેના માટે એડવાઈઝરોની નિમણૂક પણ કરવામાં આવી ચૂકી છે.સતત ખોટમાં ચાલતા કેન્દ્ર સરકારે સર્વસંમતીથી એર ઈન્ડિયા વેચવાનો નિર્ણય લીધો હતો અને કેન્દ્રીય બજેટમાં તેની સત્તાવાર જાહેરાત નાણામંત્રી દ્વારા કરવામાં આવી ચૂકી છે.

સાહિન-