Site icon Revoi.in

એક સમયના પાટીદાર નેતા ગણાતા હાર્દિક પટેલ પર ચાલી રહેલા તોડફોડના કેસમાં ગુજરાત હાઈકોર્ટે રાહત આપી

Social Share

અમદાવાદઃ- ગુજરાતમાં એક સમયે વર્ષ 2015માં પાટીદારનું આંદોલન છેડાયું હતું , આ આંદોલનમાં હાર્દિક પટેલની મહત્વની ભૂમિકા રહી હતી, 2015માં તેમણે શરૂ કરેલા પાટીદાર આંદોલનને કારણે તેમની સામે અનેક કલમોમાં કેસ નોંધાયા હતા.આ દરમિયાન વિસનગરમાં તોડફોડ મામલે હાર્દિક પટેલ પર કેસ દાખલ પણ કરવામાં આવ્યો હતો. જો કે હાર્દિક પટેલને હવે તેમાં રાહત મળી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે ગુજરાત હાઇકોર્ટે વિસનગર તોડફોડ કેસમાં હાર્દિક પટેલને રાહત આપી દીધી છે. આ સાથે જ તે એક વર્ષ સુધી મેહસાણા જિલ્લામાં પ્રવેશ કરી શકશે. મહેસાણા જિલ્લાની હદમાં ન પ્રવેશવાના હુકમ સામે હાઇકોર્ટે  મંજૂરી આપી છે.

આ મામલો વર્ષ 2015નો છે જ્યારે ગુજરાતમાં પાટીદાર આંદોલન જોચાલી રહ્યું હતું. ત્યારે હાર્દિક પટેલે રાજ્યમાં ભાજપ સરકાર સામે આંદોલન છેડ્યું  હતું. ત્યારબાદ 23 જુલાઈ 2015ના રોજ હાર્દિક અને તેના સાથીઓએ ભાજપના ધારાસભ્ય હૃષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ કરી હતી. અને આ કેસ નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ હવે બીજેપીમાં સામેલ થઈ ગયા છે.એક સમયે બીજેપી સામે અનેક આંદોલન કરીને હંગામો મચાવનારા હાર્દિક હવે બીજેપી સાથે કાર્ય કરતા જોવા મળી રહ્યા છે.