Site icon Revoi.in

ધોરણ 10 અને 12ની આગામી તા.14મીથી શરૂ થતી પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનો આગામી તા. 14મી માર્ચથી પ્રારંભ થશે. ત્યારે ધોરણ 10  અને 12 સાયન્સના તમામ ઉમેદવારોની પરીક્ષા માટેની હોલ ટિકિટ એટલે કે પ્રવેશ પત્ર બોર્ડની વેબસાઈટ ssc.gsebht.in અથવા gsebht.in અથવા gseb.org પરથી શાળા દ્વારા શાળાનો ઇન્ડેક્સ નંબર તથા શાળાના નોંધાયેલો મોબાઈલ નંબર કે ઇ-મેલ આઇડી દ્વારા લોગીન કરીને ડાઉનલોડ કરી શકાશે. હોલ ટિકિટની પ્રિન્ટ કાઢીને પરીક્ષાર્થીના આવેદનપત્ર મુજબના વિષયો અને માધ્યમની કરાઈ કરીને પરીક્ષાર્થીનો ફોટો ચોંટાડી તેની સહી અને વર્ગ શિક્ષકની સહી તેમજ આચાર્યના સહી સિક્કા ફોટા પર આવે તે રીતે કરીને હોલ ટિકિટ સાથે  પરીક્ષા આપવા આવવાનું રહેશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનો આગામી તા. 14મી માર્ચથી પ્રારંભ થશે. ત્યારે ધોરણ 10  અને 12ના તમામ ઉમેદવારોની પરીક્ષા માટેની હોલ ટિકિટ એટલે કે પ્રવેશ પત્ર બોર્ડની વેબસાઈટ ssc.gsebht.in અથવા gsebht.in અથવા gseb.org પરથી શાળા દ્વારા શાળાનો ઇન્ડેક્સ નંબર તથા શાળાના નોંધાયેલો મોબાઈલ નંબર કે ઇ-મેલ આઇડી દ્વારા લોગીન કરીને ડાઉનલોડ કરી શકાશે. હોલ ટિકિટની પ્રિન્ટ કાઢીને પરીક્ષાર્થીના આવેદનપત્ર મુજબના વિષયો અને માધ્યમોની ખરાઈ કરીને હોલ ટિકિટમાં પરીક્ષાર્થીનો ફોટો ચોંટાડી પરીક્ષાર્થીની સહી અને તેના વર્ગ શિક્ષકની સહી તેમ જ નિયત જગ્યાએ આચાર્યની સહી કરીને પરીક્ષાર્થીને હોલ ટિકિટ આપવાની રહેશે

સૂત્રોએ ઉમેર્યું હતું કે, પરીક્ષાર્થીના વિષયો બાબતે કે અન્ય કોઈ વિસંગતતા જણાય તો બોર્ડની ગાંધીનગર ખાતેની કચેરીના પરીક્ષા વિભાગનો સંપર્ક કરવો. આ વર્ષથી ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પરીક્ષણ કાર્ય માટે શિક્ષકોના નિમણૂક પત્ર હોલ ટિકિટ સાથે જ ઓનલાઇન મોકલી આપવામાં આવશે જે શાળા દ્વારા ડાઉનલોડ કરવાના રહેશે અને શિક્ષકને જરૂરી વિગતો ભરીને નિમણૂંક પત્ર તથા સૂચનાઓ સુપ્રત કરવાની રહેશે.