Site icon Revoi.in

જી 20 માં વિદેશી મહેમાનોની આગતાસ્વાગતા હશે ખાસ, ચાંદીના વાસણમાં પીરસાસે ભોજન

Social Share

દિલ્હીઃ- આ વર્ષ દરમિયાન ભારત જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે આજ રોજથી વિદેશના મહેમાનો ભારતની યાત્રાએ આવવાનું શરુ થઈ ચૂક્યું છે ત્યારે આ વિદેશી મહેમાનોની આગતા સ્વાગતા કંઈક ખાસ રીતે કરવામાં આવનાર છે ભોજન વ્યવસ્થાથી લઈને કોઈ પણ બાબતની કચાશ છોડવામાં આવશે નહી.

જયપુર સ્થિત મેટલવેર મેન્યુફેક્ચરિંગ કંપની એ આપેલી જાણકારી પ્રમાણે જી  20 સમિટમાં ભાગ લેનારા રાજ્યોના વડાઓ અને વિશ્વના અન્ય નેતાઓને ભારતના સાંસ્કૃતિક વારસાથી પ્રેરિત કલાકૃતિઓ સાથેના ખાસ ચાંદીના વાસણો પર ભોજન પીરસવામાં આવશે. આ માહિતી એ આપી હતી.
કારણ કે આ કંપની દ્રારા મંગળવારના દિવસના રોજ નવી દિલ્હીમાં તેના કેટલાક ચાંદીના વાસણો પ્રદર્શિત કર્યા. તેમના મતે, આ વાસણોનો ઉપયોગ વિદેશી મહેમાનો હોટલોમાં તેમના રોકાણ દરમિયાન ભવ્ય રાત્રિભોજન અને લંચ માટે કરવામાં આવનાર છે.
સિલ્વરવેર કંપનીએ જણાવ્યું  હતું કે મોટા ભાગના ટેબલવેરમાં સ્ટીલ અથવા પિત્તળનો આધાર હોય છે અથવા સુંદર ચાંદીના કોટિંગ સાથે બંનેનું મિશ્રણ હોય છે. પ્લેટની કિનારીઓ પર સોનાનો પ્લેટિંગ છે. વાસણોમાં પીણાં પીરસવા માટેના ગ્લાસનો પણ સમાવેશ થાય છે.
આથી વિશેષ કે 200 કારીગરોએ G-20 સમિટના અવસર માટે લગભગ 15,000 ચાંદીના વાસણો બનાવ્યા છે. જયપુર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને દેશના અન્ય ભાગોના કારીગરો માટીકામ બનાવવામાં ફાળો આપે છે. તેને બનાવવામાં 50,000 કલાક લાગ્યા હતા.
ઉલ્લેખનીય છે કે  મેટવેર ફર્મ લક્ષ પાબુવાલ તેના પિતા રાજીવ પાબુવાલ સાથે મળીને ચલાવે છે. દિલ્હીમાં યોજાનારી કોન્ફરન્સમાં 19 દેશોના રાજ્ય અને સરકારના વડાઓ ભાગ લેશે. આ સિવાય યુરોપિયન યુનિયન પણ આ કોન્ફરન્સમાં ભાગ લેશે. G20 સભ્ય દેશો ઉપરાંત, નવ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો, મહેમાન દેશો તરીકે, બેઠકમાં ભાગ લેવા જઈ રહ્યા છે.