નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી અને નેશનલ કેપિટલ રિજન (NCR)માં ઘણા સ્થળોએ મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દિલ્હીના નરેલામાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 10 ડિગ્રી વધારે હતું. દિલ્હીમાં સિઝનનો સૌથી ગરમ દિવસ 39.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો, જે સિઝનની સરેરાશ કરતાં સાત ડિગ્રી વધુ છે, આગામી બે દિવસમાં તાપમાન વધુ વધવાની ધારણા છે. દિલ્હીના કેટલાક ભાગોમાં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસથી વધી ગયું હતું.
દિલ્હી અને નેશનલ કેપિટલ રિજન (NCR)માં ઘણા સ્થળોએ મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દિલ્હીના નરેલામાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 10 ડિગ્રી વધારે હતું. પાલમ વેધશાળામાં મહત્તમ તાપમાન 39.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે લોધી રોડ, રિજ, ગુડગાંવ, આયાનગર, નજફગઢ, પીતમપુરા અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં મહત્તમ તાપમાન 40, 40.1, 40.5, 40.2, 40.7, 41.1 અને 415 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
રાષ્ટ્રીય રાજધાનીના સત્તાવાર માર્કર સફદરજંગ વેધશાળામાં 39.1 ડિગ્રી સેલ્સિયસનું ઊંચું તાપમાન નોંધાયું હતું, જે સિઝન માટે સૌથી વધુ હતું. લઘુત્તમ તાપમાન 22.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સિઝનની સરેરાશ કરતા ચાર ડિગ્રી વધારે છે, એમ ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું.