Site icon Revoi.in

દુનિયાની કોઈ તાકાત સામે ભારતીય સેના ભારત માતાનું માથુ ઝુકવા નહીં દેઃ રાજનાથસિંહ

Social Share

નવી દિલ્હીઃ દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે 1971ના યુદ્ધના પૂર્વ સૈનિકોના સન્માન સમારોહમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે ભારત અને ચીન વચ્ચેના યુદ્ધનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, દુનિયાની ગમે તેટલી મોટી તાકાત હોય, તે ભારત માતાનું માથું ઝુકાવી શકે નહીં.

રક્ષા મંત્રીએ કહ્યું કે, આ વખતે ભારત-ચીન સંઘર્ષ સમયે આપણી સેનાની વીરતા અને બહાદુરી જોઈ અને મારો વિશ્વાસ એ વાતની પુષ્ટિ થઈ કે દુનિયાની ગમે તેટલી મોટી તાકાત હોય, તે ભારત માતાનું માથું નમાવી શકે નહીં. આપણા સરહદી સૈનિકો આ દેશને સુરક્ષિત રાખવાનું કામ કરી રહ્યા છે, તો તેની એકતા, અખંડિતતા અને ભાઈચારા જાળવવાની જવાબદારી આપણી છે. આપણા દેશમાં હંમેશા શાંતિ અને સૌહાર્દ રહે, પરસ્પર સૌહાર્દ રહે અને આપણે વિકાસના માર્ગ પર આગળ વધીએ.

પરંતુ કેટલાક લોકો એવા છે જે ક્યારેક એવી વાત બોલી જાય છે જેથી એવુ લાગે છે કે, આપણી સેનાનું શૌર્ય અને પરાક્રમને નાનુ બતાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે ઠેરી દુઃખ થાય છે. ભારતની સંસ્કૃતિ તમામ ધર્મના લોકોને સાથે લઈને આગળ વધવાનો વિશ્વાસ રાખે છે. સેનાની વર્દી એકતાનું પ્રતિક છે, કેમ કે ભારતીય સેનાની વર્દી પહેરનારનો માત્ર સૈનિક ધર્મ હોય છે.

આ કાર્યક્રમ દરમિયાન રાજનાથ સિંહે AFSPAનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, સેના માત્ર એટલું જ ઈચ્છે છે કે જમ્મુ-કાશ્મીરમાં જલ્દીથી સ્થિતિ સંપૂર્ણ સામાન્ય થઈ જાય અને ત્યાંથી પણ AFSPA હટાવી શકાય. તાજેતરમાં જ, આસામના 23 જિલ્લાઓમાંથી AFSPA સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યો છે. મણિપુર અને નાગાલેન્ડના 15 પોલીસ સ્ટેશનોમાંથી AFSPA દૂર કરવામાં આવી હતી.

રાજનાથ સિંહે કહ્યું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં મોટું કામ થયું છે. જ્યાં આતંકવાદ અને આતંકવાદથી પ્રભાવિત વિસ્તારોમાં શાંતિ સ્થાપિત થઈ છે, ત્યારે ભારતીય સેના અને અન્ય સુરક્ષા દળોએ સરહદો પર વિસ્તૃત વ્યવસ્થા કરી છે. અમે જરૂર પડ્યે સરહદ પાર કરીને આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

Exit mobile version