Site icon Revoi.in

ભારતની ઈલેક્ટ્રીક કાર બનાવતી કંપનીનો દાવો, કહ્યુ એકવાર ચાર્જ કરવાથી ચાલે છે 700 કિમી

Social Share

મુંબઈ: ભારતીય સ્ટાર્ટઅપ કંપની મીન મેટલ મોટર્સે (Mean Metal Motors) કે જે ઈલેક્ટ્રીક કાર બનાવવાના પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. તે કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેમણે જે કાર બનાવી છે તેમાં અનેક ફીચર છે જે લોકોને ખૂબ પસંદ આવશે. કંપની ભારતની પહેલી ઇલેક્ટ્રીક સુપરકાર બનાવી રહી છે. જેને Azani નામ આપવામાં આવ્યું છે. દેખાવમાં આ કાર McLaren સુપરકાર્સ જેવી દેખાય છે.

જો વાત કરવામાં આવે અન્ય ફિચર્સની તો આ કારની સ્પીડ પણ ગજબ છે. કંપનીનો દાવો છે કે અઝાની સુપરકાર 350 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડની સાથે આવે છે. આ બે સેકેન્ડથી પણ ઓછા સમયમાં 0-100 કિમી પ્રતિ કલાક સ્પીડ ઉપર પહોંચી જાય છે. તો સ્પીડના દિવાના લોકો માટે કાર ખુબ જ પસંદ આવી શકે છે.

MMM કંપનીની સ્થાપના સાર્થક પોલ દ્વારા વર્ષ 2012માં કરવામાં આવી હતી. જેને એક બ્રાન્ડ તરીકે 2014માં શામેલ કરવામાં આવી હતી. આ કંપનીનો ઉદ્દેશ ભારતની પ્રથમ અને એકમાત્ર ઉત્પાદન હાઇ પર્ફોર્મન્સ ઇલેક્ટ્રિક સુપર કાર બનાવવાનો હતો, જે ભવિષ્યની આધુનિક અને ટેકનોલોજી ઇનોવેશનથી સજ્જ હશે.

આ સ્ટાર્ટઅપ કંપનીનો દાવો છે કે 2022ની બીજા છમાસિક ક્વાર્ટરમાં આનું પહેલું પ્રોટોટાઈપ લાવશે. કારની કિંમત 1,20,200 ડોલર એટલે 89 લાખ રૂપિયા હશે. કંપનીનો દાવો છે કે આ ઈલેક્ટ્રીક સુપર કાર માઈક્રો ફેસિલિટીમાં બનાવાશે.