Site icon Revoi.in

સુરતના રત્નકલાકારોને થશે ધરખમ ફાયદો, ડાયમંડની માંગ વધતા ભાવમાં પણ નોંધપાત્ર વધારો

Social Share

સુરત: રત્નકલાકારો કે જે સુરતમાં ધંધો કરી રહ્યા છે તેમના માટે સારા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી મંદીમાં ધકેલાયેલા ડાયમંડ ઉદ્યોગ માટે સારા સમાચાર આવી રહ્યા છે. ડાયમંડ બજારમાં ક્રિસમસને લઇ ડાયમંડની માંગ વધતા ભાવમાં 5 ટકાનો વધારો થયો છે. દિવાળી પહેલા રફના ભાવમાં 30 ટકાનો વધારો થયો હતો. ક્રિસમસ અને ચાઇનીસ ન્યૂયરને લઈ ડાયમંડ જ્વેલરીમાં માંગ વધતાં ઇન્ટરનેશનલ માર્કેટમાં હિરાની ડિમાન્ડ વધી છે અને હાલ, હીરાબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે કોરોનાવાયરસ મહામારની કારણે આ વેપારને ભારે નુક્સાનનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક લોકોની રોજગારીને પણ અસર થઈ હતી. કરોડો રૂપિયાના ધંધાને કારણે લોકોની આર્થિક સ્થિતિ પણ બગડી હતી.

હવે ઓમિક્રોન વેરિયન્ટ પણ દુનિયાના દેશો માટે મુશ્કેલી બની રહ્યો છે ત્યારે ડાયમંડનો વેપાર કરનાર આશા રાખી રહ્યા છે કે સ્થિતિ વધારે વિકટ ન બને, લાંબ સમય પછી ધંધામાં તેજી જોવા મળી રહી છે.