Site icon Revoi.in

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર-સિનિયર ક્લાર્કની પરીક્ષા ચૂંટણીને લીધે સ્થગિત કરાઈ

Social Share

ગાંધીનગરઃ ગુજરાત પસંદગી મંડળ દ્વારા જુનિયર અને સિનિયર ક્લાર્કની ભરતી માટેની પરીક્ષા પરીક્ષા લોકસભાની ચૂંટણીને લીધે સ્થગિત કરવામાં આવી છે.  પરીક્ષાની નવી તારીખ ચૂંટણી પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવશે.

ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે માહિતી આપતા જણાવ્યું હતુ કે, સરકારી ભરતી માટે જુનિયર-સિનિયર ક્લાર્કની પરીક્ષા સ્થગિત કરવામાં આવી હતી. તારીખ 20, 21, 27 અને 28 એપ્રિલના રોજ લેવામાં આવનારી પરીક્ષા હાલ સ્થગિત કરાઈ છે. સાથે જ 4 અને 5 મેના રોજ લેવાનારી પરીક્ષા પણ સ્થગિત કરાઈ છે. ચૂંટણીની આચારસંહિતાના કારણે પરીક્ષા સ્થગિત કરાઈ છે. જોકે, મતદાન દિવસ બાદ પરીક્ષા ફરી લેવામાં આવશે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર-સિનિયર ક્લાર્ક સહિતની ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાનું તારીખ 20, 21, 27, 28 એપ્રિલ અને તારીખ 4 અને 5 મેના રોજ આયોજન કરવામાં આવ્યુ હતું, જે હવે મૌકૂફ રહેશે. ચૂંટણીપંચના નિર્દેશ બાદ ગૌણ સેવા પસંદગી મંડળની જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. લોકસભા ચૂંટણીની આચારસંહિતાને લઈને પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે. જોકે 8-9 મેની પરીક્ષા યથાવત્ રહેશે. અને જે પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે. તેની ટૂંક સમયમાં નવી તારીખ જાહેર કરાશે. વિવિધ 5554 જગ્યાઓ માટે પરીક્ષા ચાલી રહી છે. જેની પરીક્ષા પૂરી થઈ છે તેણે ફરીથી પરીક્ષા નહીં આપવી પડે. ચૂંટણી પછી બાકી ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવશે.

ગુજરાતમાં લોકસભા તેમજ વિધાનસભાની પેટા ચૂંટણીને લીધે આદર્શ આચારસંહિતા લાગુ છે. આથી જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્કની ભરતી માટેની પરીક્ષાઓ સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે.