1. Home
  2. Tag "postponed"

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર-સિનિયર ક્લાર્કની પરીક્ષા ચૂંટણીને લીધે સ્થગિત કરાઈ

ગાંધીનગરઃ ગુજરાત પસંદગી મંડળ દ્વારા જુનિયર અને સિનિયર ક્લાર્કની ભરતી માટેની પરીક્ષા પરીક્ષા લોકસભાની ચૂંટણીને લીધે સ્થગિત કરવામાં આવી છે.  પરીક્ષાની નવી તારીખ ચૂંટણી પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવશે. ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે માહિતી આપતા જણાવ્યું હતુ કે, સરકારી ભરતી માટે જુનિયર-સિનિયર ક્લાર્કની પરીક્ષા સ્થગિત કરવામાં આવી હતી. તારીખ 20, 21, 27 અને […]

ઈન્ડિયા ગઠબંધનની આવતીકાલે યોજાનારી બેઠક ટળી,આ કારણ આવ્યું સામે

દિલ્હી: ઈન્ડિયા ગઠબંધનની બેઠક સ્થગિત કરી દેવામાં આવી છે. આવતીકાલે 6 ડિસેમ્બરે આ બેઠક મળવાની હતી. કેટલાક મહત્વના લોકો આ બેઠકમાં હાજર રહી શક્યા ન હોવાના અહેવાલો હતા, જે બાદ આ બેઠકને હાલ પુરતી મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીની મતગણતરી રવિવાર અને સોમવારે થઈ હતી.ભાજપને પાંચમાંથી ત્રણ રાજ્યોમાં પૂર્ણ […]

બરોડા ડેરીના પ્રમુખ-ઉપ પ્રમુખની ચૂંટણી ઈલેક્શન ઓફિસર હાજર ન રહેતા મુલત્વી રહી

વડોદરાઃ  વડોદરા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ યાને બરોડા ડેરીમાં આગામી અઢી વર્ષ માટેના પ્રમુખ અને પ્રમુખની ચૂંટણી સોમવારે યોજાવાની હતી. પરંતુ, ચૂંટણી અધિકારી હાજર ન રહેતા ચૂંટણી હવે આગામી 3જી જુલાઈ સુધી મોકુફ રાખવામાં છે. કોંગ્રેસના ડિરેક્ટરોએ આક્ષેપ કર્યો હતો કે, ભાજપએ પોતાની આબરૂ બચાવવા માટે ચૂંટણી અધિકારીને હાજર રાખ્યા નથી. પરંતુ, આગામી 3 જુલાઈએ […]

ગુજરાત હાઈકોર્ટમાં રિટ દાખલ થતાં પ્રાથમિક શિક્ષકોની જિલ્લાફેર બદલીઓનો કાર્યક્રમ સ્થગિત

અમદાવાદઃ  રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા શિક્ષકો માટે જિલ્લા આંતરિક બદલીઓ કરવા માટેનો પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો. જેમાં તા. 9 જૂનથી 28 જૂન સુધી ઓનલાઇન શિક્ષકોની બદલી માટે કાર્યક્રમનો પ્રથમ તબક્કો યોજવાની સૂચનાઓ આપવામાં આવી હતી પરંતુ શિક્ષણ વિભાગનો પરિપત્ર  પ્રસિદ્ધ થયા બાદ પ્રાથમિક શિક્ષકો દ્વારા હાઇકોર્ટમાં માટે શાળાની સિનિયોરીટી ગણવા સંદર્ભે કેસ […]

માલધારી સમાજના વિરોધ બાદ આખરે સરકાર ઝૂકી, ઢોર નિયંત્રણ બિલ સ્થગિત કરાયું

ગાંધીનગરઃ ગુજરાતના તમામ મહાનગરોમાં રખડતા ઢોરના ત્રાસ અંગે અવાર-નવાર ફરિયાદો ઊઠતી હતી. જાહેર રસ્તાઓ પર રખડતા ઢોરે અત્યાર સુધી ઘણા લોકોના જીવ પણ લઈ લીધા છે. ત્યારે રાજ્ય સરકાર વિધાનસભામાં રખડતા પશુઓ અંગે કડક કાયદો બનાવ્યો હતો. પરંતુ આ કાયદો આવવાની સાથે રાજ્યભરના માલધારી સમાજે વિરોધ પ્રદર્શનો કર્યા હતા. માલધારી સમાજ દ્વારા આ કાયદો પરત લેવાની […]

ગાંધીનગરઃ સંરક્ષણ પ્રદર્શન ડિફેન્સ એક્સપો-2022 મોકુફ રખાયો

અમદાવાદઃ ગુજરાતના ગાંધીનગરમાં આગામી તા. 10મી માર્ચથી સંરક્ષણ પ્રદર્શન ડિફેન્સ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. રશિયા અને યુક્રેન સહિતના દેશોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. હાલ બંને દેશ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન સમક્ષણ મંત્રાલય દ્વારા હાલના સમયમાં સંરક્ષણ પ્રદર્શન ડિફેન્સ એક્સપોને પાછો ઠેલવાનો નિર્ણય લેવાયો છે અને આગામી દિવસોમાં નવી તારીખ જાહેર કરવામાં આવશે. […]

ગુજરાત ટેકનોલોજી યુનિ.ની 20મી જાન્યુઆરીથી લેવાનારી પરીક્ષા મોકુફ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના વધાતા જતાં કેસને લીધે શિક્ષણને માઠી અસર પડી રહી છે. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. શાળાઓની આંતરિક પરીક્ષાઓ પણ મોકુફ રાખવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત ટેક્નિકલ યુનિવર્સિટીમાં 20 જાન્યુઆરીથી યોજાનારી ઓફલાઈન પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ  કોરોનાના કેસો વધવાથી જીટીયુની ઓફલાઈન […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુવક મહોત્સવને પણ લાગ્યુ કોરોનાનું ગ્રહણ, પદવીદાન પણ મુલત્વી રખાશે

રાજકોટઃ રાજયમાં કોરોનાના કેસમાં વધારો થતાં વાઈબ્રન્ટ સમિટ સહિતના સરકારી કાર્યક્રમો બંધ રાખવામાં આવ્યા છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિ.ને પણ કોરોનાનું ગ્રહણ લાગતા જ ચાલુ માસમાં આયોજિત કરાયેલો યુવક મહોત્સવનને રદ કરવાની ફરજ પડી છે. આ ઉપરાંત પદવીદાન સમારોહ પણ રદ કરવામાં આવ્યો છે. રાજકોટમાં પણ કોરોનાના કેસમાં વધારો થતો જાય છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા […]

કોરોના ગ્રહણઃ અમદાવાદમાં ફ્લાવર શો અને પતંગ મહોત્સવ મોકુફ રાખવાનો નિર્ણય

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં સૌથી વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. દરમિયાન સરકારે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ મોકુફ રાખવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ ફ્લાવર શો અને પતંગ મહોત્સવ મોકુફ રાખવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે. શહેરમાં જે […]

વાયબ્રન્ટ સમિટના કારણે ગાંધીનગરમાં 11મીથી યોજાનારી LRD ઉમેદવારોની શારીરિક કસોટી મોકુફ

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આગામી તા. 10મીથી 12મી દરમિયાન વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જેના કારણે ગાંધીનગરના મેદાન પર આગામી 10, 11 અને 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી LRD ઉમેદવારોની શારીરિક કસોટીને વાયબ્રન્ટ સમિટના કારણે મોકૂફ રાખવામાં આવી છે. આ ઉમેદવારોની શારીરિક કસોટી હવે 31 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી વચ્ચે આ મેદાન પર યોજાશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code