Site icon Revoi.in

‘ઘ કરેળ સ્ટોરી’ ફિલ્મ પઠાણ બાદ આ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી બીજા નંબરની ફિલ્મ બની

Social Share

મુંબઈઃ- ફિલ્મ ઘ કરેળ સ્ટોરી 5 મેના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ કરાઈ હતી આ ફિલ્મના ટ્રેલર રિલીઝ થતાની સાથે જ અનેક વિવાદ સર્જાયો હતો ફિલ્મ રિલીઝ થયા બાદ 2 રાજ્યોમાં બેન થઈ હતી તો ફિલ્મની તરફેણમાં કેચલાક રાજ્યોમાં ફિલ્ન ટેક્સ ફ્રી કરાઈ હતી તો વળી કેટલાક શહેરોમાં યુવતીઓ માટે ફિલ્મ ફ્રી પણ કરાઈ હતી પરિણામે રિલીઝના 11 દિવસમાં જ ફિલ્મ પઠાણને ટક્કર આપતી જોવા મળી રહી છે.સલમાનખાનની કિસીકા ભાઈ કિસીકી જાનને તો આ ફિલ્મ ટક્કર આપી ચૂકી છે,બોક્સ ઓફીસ પર કમાણી કરવા બાબતે આ ફિલ્મે બાજી મારી છે.

સુદીપ્તો સેનની ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ બોક્સ ઓફિસ પર સફળ રહી છે. ફિલ્મે બીજા વીકએન્ડ પર શાનદાર કલેક્શન કરતા 150 કરોડના આંકડાને આંબી ગઈ  છે. બીજી તરફ, કેરળ સ્ટોરી એક બ્લોકબસ્ટર હિટ સાબિત થઈ રહી છે, જેણે તેની રિલીઝના બીજા સોમવારે સારી કમાણી કરી છે.

આ સાથે જ ફિલ્મ  ધ કેરળ સ્ટોરી  ઓછા સમયમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. આ પહેલા શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ રહી છે.ત્યારે હવે કેરળ સ્ટોરી આ વર્ષની સૈથી વધુ કમાણ ીકરનારી બીજી ફિલ્મ બની છે,જો કે હજી આ ફિલ્મને વિકેન્ડના લાભ મળી શકે છે ફિલ્મ 200 કરોડનો આંકડો પાર કરે તેવી પણ ઘારણાઓ છે.

આ ફિલ્મે વિકેન્ડમાં સારી કમાણી કરી લીધી છે હવે રિલીઝના 11 દિવસમાં ફિલ્મનું કુલ નેટ કલેક્શન 150 કરોડની આસપાસ થઈ ગયું છે. રિલીઝના બીજા સોમવારે ફિલ્મે ડબલ ડિજિટમાં કલેક્શન કર્યું હતું. સોમવારે ફિલ્મે 10.5 કરોડની કમાણી કરી હતી, જે ઘણી સારી છે. ફિલ્મ માત્ર દેશમાં જ નહી વિદેશમાં પણ 200 જેટલા સિનેમાઘરોમાં રિલીઝ કરાઈ છે ફિલ્મને દર્શકોનો સારો એવો પ્રતિસાદ મળતો જોવા મળ્યો છે.