Site icon Revoi.in

ભારે વરસાદના કારણે કેદારનાથ યાત્રા પર રોક લગાવવામાં આવી

Social Share

દહેરાદૂન:શુક્રવારે સાંજે વરસાદને કારણે અમરનાથ યાત્રામાં થયેલ ભારે તારાજી બાદ હવે ભારે વરસાદને જોતા કેદારનાથ યાત્રા પર રોક લગાવવામાં આવી છે.ભારે વરસાદની સ્થિતિને જોતા કેદારનાથ યાત્રા પર અસ્થાયી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

ભારે વરસાદને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. રૂદ્રપ્રયાગ જિલ્લા વહીવટીતંત્રનું કહેવું છે કે, યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઈ અપ્રિય ઘટનાની આશંકા વચ્ચે કેદારનાથ યાત્રાને સોનપ્રયાગથી રોકી દેવામાં આવી છે.

સાથે જ તીર્થયાત્રીઓને અપીલ કરવામાં આવી છે કે હાલમાં વરસાદને કારણે ઘણી જગ્યાએ રસ્તો બંધ છે, તેથી તમે જ્યાં છો ત્યાં જ રહો અને ઉત્તરાખંડ પોલીસ સાથે સતત સંપર્કમાં રહો.