Site icon Revoi.in

‘ધ કેરળ સ્ટોરી’ OTT પર રિલીઝ થવા માટે તૈયાર,જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો ફિલ્મ!

Social Share

મુંબઈ :’ધ કેરળ સ્ટોરી’ આ વર્ષની પાંચમી સૌથી મોટી ઓપનર છે, જે બોક્સ ઓફિસ પર મોટી સફળતા છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે ચાહકોને આ ફિલ્મની વાર્તા પસંદ આવી રહી છે, પરંતુ ‘ધ કેરળ સ્ટોરી’ વિવાદોથી ઘેરાયેલી છે. જ્યારે કેટલાક લોકોએ ફિલ્મને અત્યાર સુધી થિયેટરોમાં જોઈ છે, તો કેટલાક લોકો ઓટીટી પર ફિલ્મ રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ ટૂંક સમયમાં જ OTT પર રિલીઝ થવા જઈ રહી છે. ‘ધ કેરળ સ્ટોરી’ OTT  રિલીઝ ડેટ, બોક્સ ઓફિસ કલેક્શન અને ઘણું બધું જાણવા માટે આગળ વાંચો.

ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’નું ટ્રેલર રિલીઝ થતાં જ હોબાળો મચી ગયો હતો. આ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ લગાવવા માટે સુપ્રીમ કોર્ટની પણ મદદ લેવામાં આવી હતી. આ ફિલ્મ 5 મેના રોજ રિલીઝ થઈ ગઈ છે, પરંતુ તેના પરનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ દરમિયાન ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે મેકર્સે ફિલ્મની OTT રિલીઝ માટે ડીલ કરી છે. તો ચાલો જાણીએ કે તે ક્યારે અને કયા પ્લેટફોર્મ પર રિલીઝ થશે.

ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી રહી છે. ફિલ્મે પહેલા વીકેન્ડ પર 35.25 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. થિયેટરોમાં હંગામો મચાવ્યા બાદ ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ OTT પર રિલીઝ થવાની તૈયારીમાં છે. નિર્માતાઓ હવે ફિલ્મને OTT પર પણ રિલીઝ કરવાના છે. અહેવાલો અનુસાર, ઝી નેટવર્કે ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ના સ્ટ્રીમિંગ અધિકારો ખરીદી લીધા છે, તેથી તે Zee5 પર રિલીઝ થશે. મેકર્સ આ ફિલ્મને 7મી જુલાઈએ રિલીઝ કરી શકે છે. જોકે, ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ના મેકર્સ દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ‘ધ કેરળ સ્ટોરી’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. ધ કેરળ સ્ટોરીમાં અદા શર્મા સાથે યોગિતા બિહાની, સિદ્ધિ ઈડનાની અને સોનિયા બલાની પણ મુખ્ય ભૂમિકા ભજવી છે.