Site icon Revoi.in

ભૂટાનના રાજા ભારતના 2 દિવસના પ્રવાસે, આજે દિલ્હી ખાતે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ સાથે કરશે મુલાકાત

Social Share

દિલ્હીઃ- ભૂટાનના રાજા  જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક સોમવારે વિતેલા દિવસને 3 એપ્રિલથી ભારતની બે દિવસની મુલાકાતે દિલ્હી પહોંચ્યા છે. એરપોર્ટ પર વિદેશ મંત્રી એસ જયશંકરે તેમનું સ્વાગત કર્યું હતું. તે જ સમયે, ભૂટાનના રાજા જિગ્મે ખેસર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. સત્તાવાર માહિતી અનુસાર જિગ્મે ખેસર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળશે.

ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક આજે સવારે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરશે. શ્રી વાંગચુક આજે સવારે રાજધાનીના રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરશે.

એરપોર્ટ પર ભૂતાન કિંગનું સ્વાગત કરતા વિદેશ મંત્રી જયશંકરને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભૂટાનના રાજાની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે હાલમાં જ એવું જાણવા મળ્યું કે  ભૂટાનના વડાપ્રધાન લોટે શેરિંગે કહ્યું હતું કે ડોકલામ વિવાદના ઉકેલમાં ચીનની પણ ભૂમિકા છે.

આ સાથે જ તે જ સમયે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પણ તેમના ભારત આગમન પર ખુશી વ્યક્ત કરી હતી. તેણે ટ્વીટ કરીને લખ્યું, “મહારાજ, ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક ભારત આવી ગયા છે.” હકીકતમાં, વિદેશ મંત્રાલયે થોડા દિવસો પહેલા કહ્યું હતું કે ભૂટાનના રાજાની મુલાકાત બંને દેશો વચ્ચે લાંબા સમયથી ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાનની પરંપરા હેઠળ થઈ રહી છે.

ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરશે. તેઓ આર્થિક અને વિકાસ સહયોગ સહિત બંને દેશો વચ્ચેના ગાઢ દ્વિપક્ષીય સંબંધોને વિસ્તારવા માટે વિવિધ નેતાઓ સાથે વાતચીત કરશે.

આ પહેલા જયશંકરે ટ્વીટ કરીને કહ્યું હતું કે ભૂટાનના રાજા વાંગચુકની આ મુલાકાત બંને દેશો વચ્ચેના અનોખા જોડાણને વધુ મજબૂત કરશે. તેમણે કહ્યું, “ભૂતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુકનું ભારત આગમન પર સ્વાગત કરીને હું સન્માનિત છું.”આ સાથે જ વિદેશમંત્રાલયે કહ્યું હતું કે ભારત અને ભૂતાન ગાઢ મિત્રતા અને સહકાર શેર કરે છે જે સમજણ અને પરસ્પર વિશ્વાસ પર આધારિત છે.