Site icon Revoi.in

દેશના આ ત્રણ રાજ્યોમાંથી નીકળ્યા સૌથી ઓછા ભણેલા લોકો,આ રાજ્ય બન્યું ટોપર

Social Share

આઝાદી બાદ દેશમાં ઘણું બદલાઈ ગયું છે. શિક્ષણનું સ્તર પણ દર વર્ષે વધી રહ્યું છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારો વચ્ચે જે મોટો તફાવત હતો તે પણ સમયની સાથે દૂર કરવામાં આવ્યો છે. પરંતુ હજુ પણ કેટલાક રાજ્યોમાં સાક્ષરતા દર સંતોષકારક નથી. સૌથી ઓછો સાક્ષરતા દર બિહારમાં જોવા મળ્યો છે. અરુણાચલ પ્રદેશ બીજા સ્થાને છે, જ્યારે રાજસ્થાન ત્રીજા નંબરે છે. આ માહિતી શિક્ષણ મંત્રાલય દ્વારા જ આપવામાં આવી છે.

હકીકતમાં, સોમવારે લોકસભામાં દેશના સાક્ષરતા દરને લઈને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આ જ લેખિત પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય શિક્ષણ રાજ્ય મંત્રી અન્નપૂર્ણા દેવીએ જણાવ્યું કે બિહારમાં સૌથી ઓછો સાક્ષરતા દર છે.તેમના તરફથી આ માહિતી પણ આપવામાં આવી હતી કે ગ્રામીણ ભારતમાં સાક્ષરતા દર 67.77 છે, જ્યારે શહેરી ભારતમાં આ આંકડો 84.11 છે. કહેવામાં આવ્યું છે કે,બિહારમાં શિક્ષણનું સ્તર 61.8 ટકા,અરુણાચલમાં 65.3 ટકા અને રાજસ્થાનમાં 66.1 ટકા રહ્યું છે.હવે આ ત્રણ સૌથી ઓછો સાક્ષરતા દર ધરાવતા રાજ્યો છે.સરકારે સૌથી વધુ સાક્ષરતા દર ધરાવતા રાજ્યો વિશે પણ માહિતી આપી છે. કેરળમાં 94 ટકા સાક્ષરતા છે, લક્ષદ્વીપ બીજા નંબરે છે જ્યાં શિક્ષણનું સ્તર 66.1 ટકા નોંધાયું છે. મિઝોરમ ત્રીજા નંબરે છે જ્યાં સાક્ષરતા 91.33 ટકા છે.

જો કે, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને કર્ણાટક પણ ઓછા સાક્ષરતા દરવાળા રાજ્યોમાં સામેલ છે. તે જ સમયે, ગોવા, હિમાચલ, મહારાષ્ટ્ર જેવા રાજ્યોનું પ્રદર્શન પણ આ બાબતમાં સારું છે. કેન્દ્ર સરકાર દ્વારા સાક્ષરતા દર વધારવા માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. તેનો ફાયદો પણ થયો છે, પરંતુ કેટલાક રાજ્યોમાં સુધારા ધીમી ગતિએ થઈ રહ્યા છે.