Site icon Revoi.in

KGF-2નો જાદુ લગ્નપ્રસંગ્રમાં પણ છવાયો, સોશિયલ મીડિયામાં એક કંકોત્રી થઈ વાયરલ

Social Share

મુંબઈઃ તાજેતરમાં રજૂ થયેલી ફિલ્મ કેજીએફ ચેપ્ટર-2 લોકોને ખુબ પસંદ આવી રહી છે અને બોક્સ ઉપર તમામ રેકોર્ડ તોડી નાખ્યાં છે. એટલું જ નહીં લોકો ઉપર કેજીએફ અને યશનો જાદુ છવાયેલો છે. દરમિયાન સોશિયલ મીડિયામાં એક કંકોત્રી વાયરલ થઈ છે. જેમાં કેજીએફ-2નો ડાયલોગ લખેલો છે, જે લોકોને પસંદ આવી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સોશિયલ મીડિયામાં એક કંકોત્રી વાયરલ થઈ છે. જેમાં વર અન્ કન્યાના નામનો ઉલ્લેખ કર્યો છે અને લગ્નનો સમય અને સ્થળ લખવામાં આવ્યું છે. જો કે, નીચે કેજીએફ ચેપ્ટર-2ના ડાયલોગનો ઉલ્લેખ કર્યો છે. વાયલન્સ… વાયલન્સ…આઈ ડોન્ટ લાઈક ઈટ…બટ વાયલન્સ લાઈક્સ મી.. આઈ કેનનોટ એવોઈડ.. ડાયલોગ્સ ફિલ્મમાં યશ બોલે છે. આ ડાયલોગનો ઉલ્લેખ કરીને લખ્યું છે કે, મેરેજ… મેરેજ… મેરેજ….આઈ ડોન્ટ લાઈક ઈટ.. બટ રિલેટિવ લાઈક્સ મેરેજ… આઈ ડોન્ટ એવોઈડ.. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી આ લગ્નની કંકોત્રીને લઈને લોકો વિવિધ કોમેન્ટ કરી રહ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ કેજીએફ ચેપ્ટર-2 ફિલ્મ રીલીઝ થઈ છે. આ ફિલ્મમાં સુપરસ્ટાર યશ, સંજય દત્ત અને રવિના ટંડન સહિતના કલાકારોએ અભિનય કર્યો છે. ફિલ્મ રીલીઝ થયાના ચારેક દિવસમાં જ ફિલ્મે 500 કરોડથી વધુની કમાણી કરી છે. હજુ પણ લોકો ફિલ્મને જોવા થિયેટરમાં જઈ રહ્યાં છે. કેજીએફ ચેપ્ટર-1ને પણ લોકોએ ખુબ પસંદ કરી હતી અને લાંબા સમયથી લોકો કેજીએફ ચેપ્ટર-2ની રાહ જોતા હતા.

Exit mobile version