Site icon Revoi.in

રાજકોટ શહેરમાં આવેલું મહાત્મા ગાંધી મ્યુઝિયમ દિવાળીમાં પણ રહેશે ખુલ્લું,પ્રવાસીઓ માટે સારા સમાચાર

Social Share

રાજકોટ શહેરમાં આવેલું મહાત્મા ગાંધી મ્યુઝિયમ દિવાળીની દિવસે પણ ખુલ્લું રહેશે. દિવાળીના તહેવારોના દિવસોમાં મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત માટે આવતા મુલાકાતીઓ માટે જાહેર રજાના દિવસોમાં પણ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મજા મળી શકે તે માટે રાબેતા મુજબ ખુલ્લું રાખવામાં આવશે.

આ જાણકારી મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું. મહાત્મા ગાંધી મ્યુઝીયમ જાહેર જનતા માટે સવારે 10થી સાંજના 6 વાગ્યા સુધી મુલાકાત માટે ચાલુ રહેશે.

જો કે તહેવાર સમયે ફરવા આવતા પ્રવાસીઓને આનાથી ફાયદો થશે. તહેવારના સમયે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ અનેક સ્થળો પર ફરવા આવતા હોય છે. રાજકોટમાં અન્ય સ્થળો પણ છે જે સ્થળો પર દર વર્ષે હજારોની સંખ્યામાં મુલાકાતીઓ આવે છે અને તે જ પ્રવાસીઓ રાજકોટવાસીઓની રોજગારીનો સ્ત્રોત છે.

Exit mobile version