Site icon Revoi.in

‘તાંડવ’ને લઈને ચાલી રહેલા તાંડવ વચ્ચે મેકર્સ એ વિવાદિત સીન હટાવવાનો લીધો નિર્ણય- લોકો પાસે ટ્વિટ કરીને માફી પણ માંગી

Social Share

છેલ્લા ઘણા દિવસોથી તાંડવ વેબ સીરિઝ ખૂબ જ ચર્ચામાં રહી છે, તેને લઈને અનેક વિવાદ સર્જાયા છે, આ ફિલ્મમાં સૈફ અલી ખાન, ડિમ્પલ કપાડિયા, તિગ્માંશુ ધૂલિયા અને સુનીલ જેવા જાણીતા કલાકારો નો શાનદાર અભિનય જોવા મળે છે, દર્શકોએ આ સિરીઝને ખૂબ વખાણી છે, જો કે સીરિઝના કેટલાક સીનને લઈને વિવાદ સર્જાયો હતો અને તેના વિરુદ્ધ ફરીયાદો પણ નોઁધાઈ હતી.

આ વેબ સીરિઝને લઈને બૉયકૉટ કરવાની સાથે સાથે એફઆઇઆર પણ નોંધાવી છે. ત્યારે હવે આ સમગ્ર બાબતનું તાંડવ સૂચના તેમ જ પ્રસારણ મંત્રાલય સુધી પહોંચ્યો છે.આ વિવાદ વીફરતા સીરિઝના નિર્દેશક અલી અબ્બાસ ઝફરે લોકો પાસે શરત વગર માફી માગી લીધી છે. આ સાથે જ મંગળવારેના રોજ એક નિવેદન પણ રજુ કર્યું છે જે પ્રમાણે સીરિઝમાંથી વિવાદીત સીન્સને હટાવવામાં આવશે.

અલી અબ્બાસ ઝફરે નવું ટ્વિટ કરીને લોકોની માફી માંગી

અલી અબ્બાસ ઝફરે ટ્વિટમાં લખ્યું છે કે, “અમે દેશના લોકોની ભાવનાનું સમ્માન કરીએ છે. અમારી ઇચ્છા કોઇપણ જીવિત કે મૃત વ્યક્તિ, જાતિ, સમુદાય, ધર્મ, પૉલિટીકલ પાર્ટી, સંસ્થાનની ભાવનાઓને ઠેસ પહોંચાડવાની નહોતી. તાંડવની કાસ્ટ અને ક્રૂએ નિર્ણય લીધો છે કે વિવાદિત સીન્સ, જેને લઈને કેટલાક લોકોએ સવાલ ઉત્પન્ન કર્યા છે, તેમાં જરૂરી ફેરફાર કરવામાં આવશે. આ મામલે મળેલા સમર્થન માટે અમે સૂચના તેમજ પ્રસારણ મંત્રાલયના પણ આભાર વ્યક્ત કરીએ. આ સીરિઝને કારણે કોનું દિલ દુઃભાયું હોય તો અમે ફરી વખત માફી માંગીએ છીએ.”

ઉલ્લેખનીય છે કે,એમેઝૉન વેબ સીરિઝ મેકર્સ પર હિંદુ દેવતાઓના અપમાન કરવા બાબતે આરોપ લગાવ્યો છે, આ સીનમાં બૉલીવુડ એક્ટર મોહમ્મદ જીશાન આયૂબ રંગમંચ પર ભગવાન શિવના પાત્રમાં જોવા મળે છે.અને સ્ટેજ પર જે દ્રશ્યો સર્જાય છે તેને લઈને વિવાદ એ જોર પકડ્યું હતું.

સાહિન-