Site icon Revoi.in

ઉનાળાની ઋતુમાં ટીંડોળા ખાવાના અનેક ફાયદા 

Social Share

હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે,ત્યારે ઉનાળામાં લોકોને ખોરાક પચાવવામાં મુશ્કેલી થવાની શરૂઆત થાય છે.આ સાથે આંખુ શરીર પરસેવાથી રેબઝેબ થઇ જાય છે.અને થાક લાગે છે.એવામાં પૌષ્ટિક શાકભાજીની જરૂર હોય છે. પરવળ, ઘીસોડા, તુરીયા જેવી શાકભાજી આ સમયે લેવી જ જોઇએ.

ટીંડોળા એક શાકભાજી છે જે ઉનાળામાં ખૂબ ફાયદાકારક હોય છે. ટીંડોળા પૌષ્ટિક ગુણોથી ભરપુર છે.ભલે તેનું કદ અને પહોળાઈ ઓછી હોય પણ તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે.તેથી તેને આહારમાં સામેલ કરવા જોઈએ.તો ચાલો તમને તેના ફાયદાઓ વિશે જણાવીએ.

ઈમ્યૂનિટિ વધારવામાં લાભદાયક  

ટીંડોળામાં વિટામિન સી અને બી સાથે ફાઈબર, આયર્ન, કેલ્શિયમ અને કેટલીક પ્રકારના અંટી-ઑક્સિડેંટ્સ રહેલા હોય છે. તે ઈમ્યૂનિટિ વધારવા સાથે હાર્ટને પણ સ્વસ્થ રાખે છે.

બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે

ટીંડોળાનું સેવન કરવાથી તે બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે ટીંડોળામાં રહેલા ફ્લેવેનાઈડ્સથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી રાહત અપાવે છે..

પેટની સમસ્યામાંથી રાહત મળે છે

ઉનાળામાં લોકોને ખોરાક પચાવવામાં મુશ્કેલી થવાની શરૂઆત થાય છે.જેથી ઉનાળામાં ટીંડોળાનું જરૂરથી સેવન કરવું જોઈએ. તેને ખાવાથી પેટની સમસ્યાઓમાં પણ રાહત મળે છે.અને પથરીની સમસ્યામાં પણ ફાયદાકારક છે.

થાક દૂર કરે છે

ગરમ પવન અને પરસેવાને કારણે શરીર થાકવા ​​લાગે છે. તેથી ટીંડોળા ખાવાથી શરીરમાંથી થાક દૂર થાય છે. ટીંડોળા ખાવાથી શરીરમાં આયર્નની ખામી દૂર થાય છે. તે હિમોગ્લોબિનની માત્રાને જાળવી રાખે છે.

દેવાંશી