Site icon Revoi.in

‘નવી સંસદમાં અખંડ ભારતનો નકશો સાંસ્કૃતિક છે રાજકિય નથી…….. ,વિપક્ષના સવાલ પર બોલ્યા નેપાળના પીએમ

Social Share

દિલ્હીઃ તાજેતરમાં પાડોશી દેશ નેપાળના પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલ પ્રચંડ ભારતની ય્તારા પર આવ્યા હતા આ યાત્રા દરમિયાન તેમણે નવા બનેલા સંસંદ ભવનની પણ  ુલાકાત લીધી હતી ત્યારે વિતેલા દિવસને બુધવારે તેમણે સંસંદ ભવનના નિર્માણ પર વિપક્ષને તેજઘાર જવાબ આપ્યો હતો.

નેપાળના પીએમ એ વિતેલા દિવસને બુધવારેણાવ્યું હતું કે તેમણે નવી દિલ્હીની મુલાકાત દરમિયાન ભારતની નવી સંસદમાં મૂકવામાં આવેલા ‘અખંડ ભારત’ના નકશા અંગેનો મુદ્દો ઉઠાવ્યો હતો અને ભારતીય પક્ષે સ્પષ્ટ કર્યું હતું કે તે સાંસ્કૃતિક પ્રતિકનો નકશો છે રાજકીય નથી.

નેપાળના પીએમ  પ્રચંડે સંસદમાં આ વાતનો ઉલ્લેખ તે સમયે કર્યો હતો કે  જ્યારે વિપક્ષી સાંસદોએ ‘અખંડ ભારત’ નકશાનો મુદ્દો ન ઉઠાવવા બદલ તેમની  ટીકા કરી તેમને ખરાખોટી સંભળાવી હચી.

માહતી પ્રમાણે વિપક્ષી સાંસદોએ દાવો કર્યો હતો કે આ નકશામાં નેપાળનો વિસ્તાર પણ સામેલ છે. સાંસદોના પ્રશ્નોના જવાબમાં તેમણે કહ્યું કે, “ મે મારી ભારત મુલાકાત દરમિયાન નકશા અંગેની ચર્ચા કરી, ભારતીય પક્ષે કહ્યું કે તે એક સાંસ્કૃતિક નકશો છે, રાજકીય નથી. આ મુદ્દા પર વધુ અભ્યાસ થવો જોઈએ.

આ સાથે જ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત દરમિયાન સંબંધિત નકશાનો ઉલ્લેખ કર્યો હતો, જેના પર તેમણેકહ્યું હતું કે આ એક સાંસ્કૃતિક નકશો છે, રાજકીય નથી. ભારતે નવી સંસદ ભવનમાં ભીંતચિત્રનો મુદ્દો ઉઠાવ્યો છે, તેને એક આર્ટિફેક્ટ તરીકે વર્ણવ્યું છે જે પ્રાચીન અશોક સામ્રાજ્યના પ્રસારને પ્રતિબિંબિત કરે છે. ત્યારે હવે નેપાળના પીએમએ ભારતની તરફેમમાં પોતાના દેશમાં વિપક્ષને જવાબ આપ્યો હતો અને તેમણે પણ આ નકશાને સંસ્કિત ગમઆવ્યો છે.રાજકિય નથી તેમ કહ્યું છે.