- 16 ફેબ્રુઆરી યોજાશે દિલ્હી મેયરની ચૂંટણી
- આ અગાઉ ચૂંટણી મુ્લતવી રખાઈ હતી
દિલ્હીઃ- દિલ્હી મેયરની ચૂંટણી હવે ફેબ્રુઆરીની 16 ના રોજ યોજાવા જઈ રહી છે. દિલ્હી મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના મેયર, ડેપ્યુટી મેયર અને 6 સભ્યોની ચૂંટણી યોજાશે. આ માટે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની બેઠક 16 ફેબ્રુઆરીએ મળશે.
અધિકારીઓએ જણાવ્યું કે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ આજે સવારે 16 ફેબ્રુઆરીએ મેયરની ચૂંટણી યોજવાના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પ્રસ્તાવને સ્વીકારી લીધો હતો. ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચેની ખેંચતાણ વચ્ચે 6 અને 24 જાન્યુઆરી અને 6 ફેબ્રુઆરીએ કાઉન્સિલરોની બેઠક યોજાઈ હતી, પરંતુ મેયરની ચૂંટણી થઈ શકી ન હતી.
કાઉન્સિલરોના હોબાળાના કારણે પ્રિસાઇડિંગ ઓફિસર સત્ય શર્માએ બેઠક આગામી તારીખ સુધી મોકૂફ રાખવામાં આવી હતી અને આજ રીતે ત્રણેય વખત મેયરની ચૂંટણી રદ કરાઈ હતી
મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હીમાં આમ આદમી પાર્ટીને બહુમતી મળી છે. છેલ્લા 15 વર્ષથી દિલ્હી કોર્પોરેશનમાં ભાજપનું શાસન હતું, જેને આમ આદમી પાર્ટીએ છીનવી લીધું છે.ત્યારે સૌ કોઈની નજર ફરી એક વખત આ મેયરની ચૂંટણી પર ટકેલી છે.