Site icon Revoi.in

હવામાન વિભાગની આગાહી – ફેબ્રુઆરીમાં રેકોર્ડબ્રેક ઠંડીની સાથે અનેક રાજ્યોમાં પડી શકે છે ઘીમીઘારે વરસાદ

Social Share

દિલ્હીઃ-સમગ્ર દેશમાં હાલ ઠંડીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે મેદાની વિસ્તારોમાં પણ ઘુ્રજાવનારી ઠંડી અનુભવાઈ રહી છે. હવામાન વિભાગના નિષ્ણાંતના જણાવ્યા પ્રમાણે ચાલુ મહિનામાં ઠંડી વધવાની શક્યતાઓ છે, ફેબ્રુઆરીની શરૂઆતમાં માવઠાની પણ  આગાહી કરવામાં આવી છે.હવામાનમાં પલટો આવવાનું કારણ બે  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાનું છે.

હવામન વિભાગ એ કરેલી આગાહી પ્રમાણે, તારીખ 1લી થી 11 ફેબ્રુઆરી સુધી વરસાદની શક્યતાઓ પણ સેવાઈ રહી છે,દેશના રાજ્યો ગુજરાત,ઉત્તરપ્રદેશ,મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદના છૂટાછવાયા માવઠાની પણ શક્યતાઓ સેવવામાં આવી રહી છે. કમોસમી વરસાદની સંભાવનાઓ છે.

દેશની રાજધાની દિલ્હીમાં જાન્યુઆરીમાં ઠંડીનું જોર વધ્યું છે સહીં ઠંડી રેકોર્ડ બ્રેક નોંધાઈ રહી છે. પ્રથમ ફેબ્રુઆરીએ પડેલી ઠંડીએ છેલ્લા 13 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. હવામાન વિભાગે આગામી બેથી ત્રણ દિવસમાં દિલ્હીમાં ભારે ઠંડીની સાથે વરસાદ પડવાની પણ  આગાહી કરી છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લે વર્ષ  2008માં દિલ્લીમાં 4.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ત્યાર બાદ સતત પ્રથમ ફેબ્રુઆરીએ તાપમાનમાં વધારો જોવા મળ્યો હતો.ત્યાર બાદ હવે આ વર્ષના ફ્બેરુઆરી મહિનામાં આટલી ઠંડી અનુભવાઈ રહી છે.

સાહિન-