Site icon Revoi.in

આવનારા 2 દિવસ સુધી આ રાજ્યોમાં ભારે ઠંડીને લઈને હવામાન વિભાગે એલર્ટ આપ્યું

Social Share

દિલ્હીઃ- દેશભરમાં ઠંડીએ માજા મૂકી છે ત્યારે આવનારા દિવસોમાં પણ ઉત્તરભારતમાં ઠંડીમાં કો ીરાહત મળશે નહી .હવામાન વુભાગે આગામી 48 કલાક સુધી ભારે ઠંડીને લઈને એલર્ટ જારી કર્યું છે પ્રાપ્ત વિગત પ્રમાણે હજી 2 દિવસ સુધી તીવ્ર ઠંડી યથાવત રહેશે.

હવામાન વિભાગે દિલ્હી, યુપી, પંજાબ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ભારતીય હવામાન વિતેલા દિવસને રવિવારે જણાવ્યું હતું કે દેશનો ઉત્તરીય હિસ્સો અસ્થિ-ઠંડક આપતા તાપમાન અને ધુમ્મસના ઘેરા સ્તર સાથે શીત લહેરની સ્થિતિનો સામનો કરી રહ્યો છે અને આ સ્થિતિ આગામી 48 કલાક સુધી ચાલુ રહેશે.

આ સહીત 2 દિલસ સુધી ઉત્તર પશ્ચિમ ભારતમાં કોલ્ડ વેવની સ્થિતિ ઓછી થવાની સંભાવના છે, કારણ કે 10 જાન્યુઆરીએ એક નવું પશ્ચિમી વિક્ષેપની અસર જોવા મળવાની છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે , આગામી બે દિવસ સુધી દિલ્હી, પંજાબ, હરિયાણા ચંદીગઢ, ઉત્તર પ્રદેશ અને બિહારના ભાગોમાં કોલ્ડવેવની સ્થિતિ ચાલુ રહેશે.

આ સહીત પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશ માટે રેડ એલર્ટ અને રાજસ્થાન અને બિહાર માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જો રાજધાની દિલ્હીની વાત કરવામાં આવે તો અહી તાપમાન 2 ડિગ્રી સુધી પહોંચી ચૂક્યું છે જેને લઈને લોકો ભારે ઠંડીનો સામનો કરી રહ્યા છએ તો અહીં ગાઢ ઘુમ્મસ પણ છાવાયેલું જોવા મળે છે.