Site icon Revoi.in

હવામાન વિભાગે અગામી ત્રણ દિવસ આ રાજ્યોમાં ભારે વરસાદને લઈને એલર્ટ જારી કર્યું

Social Share

 

દિલ્હીઃ- દેશમાં મધચોમાસે વરસાદે માજા મૂકી છે,દેશના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદને લઈને નદીઓના વહેણ વધ્યા છે.કેટલીક નદીઓ બન્ને કાઠેથી વહી રહી છેડજેને લઈને નદી પાસે રહેતા લોકોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે ત્યારે આગામી ત્રમ દિવસ સુધી હવામાન વિભાગે ભાર વરસાદની આગાહી કરી છે.

ખાસ કરીને  20 ઓગસ્ટ સુધી ઘણા રાજ્યોમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આ સમયગાળા દરમિયાન ગુજરાત , રાજસ્થાન , મહારાષ્ટ્ર, બિહાર મધ્યપ્રદેશ, છત્તીસગઢ , પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશમાં વરસાદ પડશે.  ઉત્તર પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ પડી શકે છે.

ભારતીય હવામાન વિભાગ અનુસાર, 18 થી 20 ઓગસ્ટ વચ્ચે વરસાદ પડી શકે છે. આ સિવાય પૂર્વ ઉત્તર પ્રદેશમાં 19 અને 20 ઓગસ્ટે પૂર્વ ઉત્તર પ્રદેશમાં અને 20 ઓગસ્ટે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વરસાદની શક્યતા છે, આ સિવાય આજે 17 ઓગસ્ટના રોજ ઉત્તર પ્રદેશ, હરિયાણા, છત્તીસગઢ, દિલ્હી, પંજાબ અને રાજસ્થાનમાં 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ તેવી ઘારણાઓ સેવાઈ છે.

હવામન વિભાગે કરેલી આગાહી પ્રમાણે હવા 17 ઓગસ્ટે દક્ષિણ રાજસ્થાન, મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના સેવાઈ રહી છે. આ ઉપરાંત 17 ઓગસ્ટથી 18 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. સાથે જ ગોવા અને કોંકણના વિસ્તારોમાં 20મી સુધી વરસાદ ખાબકી શકે છે.જો કે વિતેલા દિવસે ગુજરાતના અરવલ્લી જીલ્લામાં વરસાદનો કહેર વર્તાયો હતો.

આ સાથે જ  છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, બિહાર અને પૂર્વ મધ્ય પ્રદેશમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય હિમાચલ પ્રદેશમાં 20 ઓગસ્ટ સુધી વરસાદની સંભાવનાઓ સેવાઈ રહી  છે.