Site icon Revoi.in

હવામાન વિભાગે કેરળ,કર્ણાટક અને આંઘ્રપ્રદેશ સહીતના રાજ્યોમાં 4 દિવસ ભારે વરસાદની આગાહી કરી

Social Share

દિલ્હીઃ- દેશભરમાં ચોમાસાએ માજા મૂકી છે આવી સ્થિતિમાં દેશના ઘણા રાજ્યો ભારે વરસાદ અને પુર તથા ભૂસ્ખલન જેવી ઘટનાઓનો સામનો કરી રહ્યા છે ત્યારે ફરી એક વખત હવામાન વિભાગે દેશના કેટલાક રાજ્યોમાં 4 દિવસ સુધી ભારેથી અથિભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે. કેરળ , કર્ણાટક , આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે.અ રાજ્યો માટે ચેતવણી જારી કરી છે જ્યાં આગામી થોડા દિવસો માટે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે જ સમયે, 6 ઓગસ્ટથી 7 ઓગસ્ટની વચ્ચે, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદનું એલર્ટ છે.

જાણો કયા કયા વિસ્તારોમાં વરસાદને લઈને એલર્ટ અપાયું

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છત્તીસગઢ, ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, કોંકણ અને ગોવામાં 6 થી 9 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં 9 ઓગસ્ટે ભારે વરસાદનું એલર્ટ છે. બીજી તરફ છત્તીસગઢ, મહારાષ્ટ્રના કેટલાક ભાગો, કોંકણ અને ગોવામાં 8 અને 9 ઓગસ્ટે મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે 5 ઓગસ્ટે પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં વરસાદ પડશે. આ સિવાય 6 ઓગસ્ટે ઝારખંડમાં ભારે વરસાદ થવાનો છે.

આ સહીત 8 અને 9 ઓગસ્ટે મધ્યપ્રદેશ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્ય.તાઓ છે તે સહીત ર છત્તીસગઢ અને વિદર્ભમાં 7 થી 9 ઓગસ્ટ વચ્ચે ભારે વરસાદની સંભાવના છે.

બીજી તરફ  તેલંગાણા, કોસ્ટલ અને નોર્થ કર્ણાટક, કોસ્ટલ આંધ્રપ્રદેશ અને કેરળમાં 6 થી 9 ઓગસ્ટ સુધી ભારે વરસાદની ચેતવણી જારી કર્યા છે. બીજી તરફ, પશ્ચિમ યુપી માટે, આગામી 48 કલાક એટલે કે 6 અને 7 ઓગસ્ટ સુધી સતત વરસાદની આગાહી કરવામાં આવી છે.