Site icon Revoi.in

જૂનાગઢ-દેલવાડા વચ્ચેની મીટરગેજ ટ્રેન કાલે શનિવારથી પુનઃ દોડશે

Social Share

જુનાગઢઃ અંગેજાના સમયમાં રાજ્યમાં મીટરગેજ અને નેરાગેજ ટ્રેનો દોડતી હતી. પણ ત્યારબાદ બ્રોડગેજ ટ્રેનોનો જમાનો આવ્યો અને મીટરગેજ અને નેરોગેજ લાઈનોનો સંકેલા કરી દેવાયો અને મહત્વના સ્થળોની મીટરગેજ લાઈનોનું બ્રોડગેજમાં રૂપાંતર કરાયું. પહેલાના જમાનામાં કોલસા સંચાલિત એન્જિનો હતા, ત્યારબાદ ડીઝલ એન્જિનો અને હવે ઈલેક્ટ્રિક એન્જિનોથી ટ્રેનોને દોડતી કરવામાં આવી છે. હજુ ઘણા રૂટ્સ પર મીટરગેજ ટ્રેનો દોડી રહી છે. જેમાં જુનાગઢ-દેલવાડા ટ્રેન આવતીકાલથી દોડતી કરવાનો પુનઃ નિર્ણય લેવામાં આવ્યો છે.

પશ્વિમ રેલવે ભાવનગર ડિવિઝનને આવતીકાલ તા.4થી  ડિસેમ્બર 2021થી જૂનાગઢ-દેલવાડા-જૂનાગઢ 09532/09531 મીટરગેજ દૈનિક વિશેષ ટ્રેન ચલાવવાની મંજૂરી આપી છે આ વિશેષ ટ્રેનનું ભાડુ મેલ/એકસપ્રેસ ટ્રેનના સામાન્ય કોચના ભાડા જેટલું જ હશે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માશુક અહમદના જણાવવા મુજબ ટ્રેન નંબર 09532 જૂનાગઢ-દેલવાડા સ્પેશિયલ જૂનાગઢ સ્ટેશનથી દરરોજ સવારે  7.15 વાગ્યે ઉપડશે અને બપોરે  13.10  વાગ્યે દેલવાડા સ્ટેશન પહોંચશે. તેવી જ રીતે પરતમાં ટ્રેન નંબર 09531  દેલવાડા-જૂનાગઢ દરરોજ  14.15  કલાકે દેલવાડા સ્ટેશનથી ઉપડશે અને જૂનાગઢ સ્ટેશને 20.20 કલાકે પહોંચશે. ઉપરોકત ટ્રેન બન્ને દિશામાં તોરણિયા, બિલખા, જૂની ચાવંડ, વિસાવદર, સતાધર, કાંસિયાનેસ, સાસણ ગીર, ચિત્રાવડ, તલાલા જંકશન, જંબુર ગીર હડમતિયા, પ્રાંચી રોડ, વેળાવદર, જામવાળા, હરમડિયા, ગીર ગઢડા અને ઉના સ્ટેશને ઉભી રહેશે. રેલવે એડમિનિસ્ટ્રેશન મુસાફરોને માસ્ક પહેરવા, સામાજિક અંતરની પ્રેક્ટિસ રાખવા, સેનિટાઈઝરનો ઉપયોગ કરવા અથવા મુસાફરી દરમિયાન વારંવાર સાબુ હેન્ડવોશથી હાથ ધોવા અને કોવિડ-૧૯ના તમામ પ્રોટોકોલનું પાલન કરવા જણાવાયું છે. (file photo)