Site icon Revoi.in

સસંદમાં પીએમ મોદીએ કરેલી વાતોના કેટલાક અંશો – પીએમ મોદીનો ઘારદાર જવાબ,જેટલું કિચડ ઉછાળશો તેટલું જ કમળ ખિલશે

Social Share

દિલ્હીઃ- આજરોજ ગુરુવારે સંસદમાં બજેટ સત્ર દરમિયાન  રાજ્યસભામાં રાષ્ટ્રપતિના સંબોધન માટે આભાર પ્રસ્તાવનો જવાબ આપી રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બજેટ સત્રના પહેલા દિવસે 31 જાન્યુઆરીએ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધિત કરી હતી.ત્યારે પીએમ મોદીએ વિપક્ષ સામે ઘારદાર જવાબ આપીને બોલતી બંધ કરી હતી.

પીએમ મોદીએ વિપક્ષની બોલતી બંધ કરી હતી કહ્યું વડા પ્રધાને કહ્યું કે, આજે આખો દેશ જોઈ રહ્યો છે કે એક વ્યક્તિ ઘણા લોકો પર ભારી પડી  રહ્યો છે. હું દેશ માટે જીવું છું, દેશ માટે કંઈક કરવા બહાર આવ્યો છું. 

આ સાથે જ પીએમ મોદીએ ખગડેને પણ એડે હાથ લેતા કહ્યું કે પીએમ મોદીએ કહ્યું, ‘ગઈકાલે ખડગે જી ફરિયાદ કરી રહ્યા હતા કે મોદીજી વારંવાર મારા મતવિસ્તારમાં આવે છે. હું તેમને કહેવા માંગુ છું – હું આવ્યો, તમે તે જોયું, પરંતુ તમારે એ પણ જોવું જોઈએ કે ત્યાં 1 કરોડ 70 લાખ જનધન બેંક ખાતા ખોલવામાં આવ્યા છે. એકલા કલબુર્ગીમાં જ 8 લાખથી વધુ જનધન ખાતા ખોલવામાં આવ્યા છે.

આ સાથે જ પીએમ મોદીએ વધુમાં જવાબ આપતા કહ્યું કે  તેમની પાસે કિચડ હતું અને મારી પાસે કમળ  હતું’. તેમના પાસે જે હતું તે આપ્યું તમે જેટલું કિચડ ઇછાળશો કાૉ તેટલું કમળ ખીલશે. અમારી સફળતામાં તમારા યોગદાનને પણ ભૂલી શકાય નહીં.

આ સહીત વધુમાં પીએ મોદીએ એમ કહ્યું કેજેઓ આજે વિપક્ષમાં બેઠા છે. તેઓએ રાજ્યોના અધિકારોનો નાશ કર્યો. હું એ લોકોની પોલ ખોલવા માગું છે. કલમ 356નો દુરુપયોગ કરનારા તે લોકો કોણ હતા? કોણ છે એ લોકો જેમણે આવું કર્યું અને ચૂંટાયેલી સરકારોને પાડી દીધી. એક વડાપ્રધાને 50 પર કલમ ​​356નો ઉપયોગ કર્યો, તે નામ છે ઈન્દિરા ગાંધી.

વડાપ્રધાને કહ્યું, આ દેશ પેઢીઓની પેઢીઓથી બનેલો છે. આ દેશ કોઈ પરિવારની સંપત્તિ નથી. અમે મેજર ધ્યાનચંદ્રના નામ પરથી ખેલ ખતના નામ આપ્યું છે. અમને ગર્વ છે જેઓ આપણા દેશની સેનાને અપમાનિત કરવાની તક ક્યારેય ચૂકતા નથી, અમે ટાપુઓનું નામ પરમવીર ચક્ર પુરસ્કાર મેળવનારાઓના નામ પર રાખ્યું છે.