Site icon Revoi.in

કેરીબેગને લઈને રાષ્ટ્રીય ગ્રાહકપંચની શોપીંગમોલના સંચાલકોને તાકીદ

Social Share

દિલ્હીઃ શોપીંગ મોલમાં ખરીદી કરતા ગ્રાહકો પાસેથી કેરીબંગની ઉંચી કિંમત વસુલવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. દરમિયાન એક મોલ દ્વારા રાષ્ટ્રીય ગ્રાહક પંચમાં અરજી કરવામાં આવી હતી. જેમાં પંચે સામાન ખરીદનાર ગ્રાહક પાસેથી કેરીબેગની રમક કાપવાનું બંધ કરવાની તાકીદ કરવામાં આવી છે.

એક મોલ દ્વારા કરવામાં આવેલી રાષ્ટ્રીય ગ્રાહક પંચે ફગાવી દીધી હતી. તેમજ નોંધ્યું હતું કે, અલગથી વસુલવામાં આવતી કેરીબેગની ગુણવતા અને તેની કિંમતની ગ્રાહકને ખબર હોવી જોઈએ. આ બાબતની ગ્રાહકને પહેલા ખબર હોવી જોઈએ જેથી ગ્રાહક નકકી કરી શકે કે તે આ મોલમાંથી ખરીદી કરે કે નહિં. પંચે નિર્દેશ કર્યો હતો કે, મોલ કેરીબેગ અંગે પ્રવેશદ્વાર પર જ ઉચિત સાઈનબોર્ડ પર કેરીબેગની કિંમત અને ગુણવતાનો ખુલાસો કરે.