Site icon Revoi.in

શાહિદ કપૂરની ફિલ્મ જર્સીનું નવું પોસ્ટર રિલીઝ,પિતાના રૂપમાં જોવા મળશે એક્ટર   

Social Share

મુંબઈ : સુપરસ્ટાર શાહિદ કપૂર સ્ટારર ફિલ્મ ‘જર્સી’ના ચાહકો બહુપ્રતિક્ષિત ફિલ્મના લોન્ચિંગની રાહ જોઈ રહ્યા છે અને હવે 31 ડીસેમ્બરના સિનેમાઘરોમાં રિલીઝ થનારી ‘જર્સી’, ‘કબીર સિંહ’ની શાનદાર સફળતા પછી શાહિદની મોટા પર્દે વાપસી થશે.ફિલ્મના મેકર્સએ નવું પોસ્ટર રિલીઝ કરીને જર્સીની રિલીઝનું કાઉન્ટડાઉન શરૂ કરી દીધું છે.

જર્સીના નવા પોસ્ટરમાં પિતા-પુત્રના સંબંધો પર ભાર મૂકવામાં આવ્યો છે જે ફિલ્મમાં જોવા મળશે. દરેકનું દિલ ચોરતા, પોસ્ટરમાં શાહિદ કપૂર અર્જુનનું પાત્ર ભજવશે તે પોતાના દીકરા કીટટુ ના સૂઝની દોરી બાંધતા જોવા મળી રહ્યો છે.અર્જુન અને કીટટુ વચ્ચેના બંધનનું પ્રતિક આ પોસ્ટર ફિલ્મની વધુ એક ભાવના દર્શાવે છે.

https://www.instagram.com/p/CW2kjlnommw/?utm_source=ig_embed&ig_rid=3e44e98e-f73f-4356-8279-3f8972747b9b

ફિલ્મની વાર્તા એક નિષ્ફળ ક્રિકેટરની આસપાસ ફરે છે, જે પોતાના પુત્રની જર્સી ખરીદવા માટે સંઘર્ષ કરે છે.સંબંધિત અને વાસ્તવિક વાર્તા, જર્સી એ માનવ ભાવનાની ઉજવણી છે.આ ફિલ્મમાં મૃણાલ ઠાકુર પણ પહેલીવાર શાહિદ કપૂર સાથે જોવા મળશે. દિગ્ગજ અભિનેતા પંકજ કપૂર આ ફિલ્મમાં ક્રિકેટ કોચ તરીકે જોવા મળશે, જે મોટા પડદા પર પરત ફરશે.

અલ્લુ અરવિંદ દ્વારા પ્રસ્તુત આ ફિલ્મનું દિગ્દર્શન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ નિર્માતા ગૌતમ તિન્નાનુરી દ્વારા કરવામાં આવ્યું છે, જેમણે મૂળ તેલુગુ જર્સીનું દિગ્દર્શન કર્યું હતું અને અમન ગિલ, દિલ રાજુ અને એસ નાગા વામસી દ્વારા નિર્મિત છે.