Site icon Revoi.in

વૈજ્ઞાનિકોની નવી ટેક્નિક, હવે 65 વર્ષને માણસ પણ 25 વર્ષનો લાગશે

Social Share

વિજ્ઞાન જગતમાં જેટલી શોધ થાય એટલી ઓછી, એવું કહીએ તો પણ ચાલે કારણ કે વૈજ્ઞાનિકો દ્વારા એટલી બધી શોધ કરવામાં આવે છે જેના વિશે કોઈ સામાન્ય વ્યક્તિ તો વિચારી પણ ન શકે. હવે વૈજ્ઞાનિકો દ્વારા એવી શોધ કરવામાં આવી છે જેનાથી 65 વર્ષનો માણસ પણ 25 વર્ષનો લાગશે.

સમગ્ર માહિતી એવી છે કે ઈંગ્લેન્ડના બાબ્રાહમ ઈન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોએ આ ટેક્નિકને ‘ટાઈમ જંપ’ નામ આપ્યુ છે. આ ટેક્નિકથી 60 વર્ષની ઉંમરે તમારી સ્કીન 30 વર્ષ જેવી યુવાન થઈ જશે, અને તે મુજબ કામ કરશે.

ઈન્સ્ટિટ્યૂટમાં વૈજ્ઞાનિક એપિજેનેટિક રિસર્ચ પ્રોગ્રામ ચલાવી રહ્યા છે, જે અંતર્ગત જૂની કોશિકાઓને ફરીથી રિસ્ટોર કરવાનાં પ્રયત્ન ચાલી રહ્યા છે. આ પ્રયોગ એટલા માટે કરવામાં આવી રહ્યો છે, જેથી મોલીક્યૂલર સ્તર પર પોતાની જૈવિક ઉંમર જાળવી શકાય. જર્નલ eLife આ સ્ટડીને પ્રકાશિત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આ ટેક્નોલોજીને નોબલ પુરસ્કાર વિજેતા વૈજ્ઞાનિકે વિકસીત કરી છે. આ ટેક્નોલોજીમાં વૃદ્ધાવસ્થાની સમસ્યાઓને ખત્મ કરવાની ક્ષમતા રહેલી છે. આગામી સમયમાં ઘણી બિમારીનો આ ટેક્નોલોજીની મદદથી ઈલાજ કરી શકાશે. ઉદાહરણ તરીકે, અલ્ઝાઈમર્સ અથવા તો ઉંમર સંબંધી બિમારીઓ દૂર કરી શકાય છે.

Exit mobile version