Site icon Revoi.in

ઇ-કોમર્સ કંપનીઓની મુશ્કેલી વધી, મોકલાઈ આ નોટિસ

Social Share

ઇ કોમર્સ કંપનીઓની મુશ્કેલી વધી

–  ધારા ધોરણ વગર પ્રેશર કૂકરો વેચવા બદલ ઇ કોમર્સ કંપનીઓને નોટિસ ફટકારાઇ

–  સેંટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ ફટકારી નોટિસ

દિલ્હીઃ ઇ કોમર્સ કંપનીઓની મુશ્કેલી વધી છે. હકકીતમાં, ધારા ધોરણ વગર પ્રેશર કૂકરો વેચવા બદલ સેંટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ ફ્લિપકાર્ટ, સ્નેપ ડીલ, શોપ ક્લુઝ, પેટીએમ મોલ, એમઝોનને નોટિસ ફટકારી છે.

સરકાર દ્વારા જે ગુણવત્તા નક્કી કરવામાં આવી છે તેના આદેશનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે તેથી ઇ કોમર્સ કંપનીઓને આ નોટિસ મોકલવામાં આવી છે. આ આદેશ પ્રમાણે ઘરેલુ પ્રેશર કુકરો નક્કી કરાયેલા ધારાધોરણ પ્રમાણે હોવા જરુરી છે. તે ઉપરાંતતેના પર ઓગસ્ટ 2020થી લાગુ બીઆઈએસ લાયસન્સ હેઠળનુ સ્ટાન્ડર્ડ ચિન્હ હોવુ પણ આવશ્યક છે.

આપણે જણાવી દઈએ કે ખાસ કરીને ઓનલાઇન મળતી નકલી વસ્તુઓના વેચાણને રોકવા માટે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ આ કાર્યવાહી હાથ ધરી છે. તે ઉપરાંત દેશના તમામ જીલ્લાના કલેકટર્સને પણ એક માર્ગદર્શિકા મોકલી આપવામાં આવી છે.

નોંધનીય છે કે, સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી એ દરેક ઇ-કોમર્સ કંપનીઓને આ સંદર્ભમાં સાત દિવસમાં જવાબ આપવા હુકમ કર્યો છે. જો કંપનીઓ નોટિસ પર કામ નહીં કરે તો તેઓની વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે.

(Photo-File)