Site icon Revoi.in

મહારાષ્ટ્રની હોસ્પિટલમાં દર્દીઓના મોતની સંખ્યા વધી હવે ,31 એ પહોંચ્યો આંકડો

Social Share

મુંબઈ- મહારાષ્ટ્રના નાંદેડ હોસ્પિટલમાં 24 કલાકમાં 24 મોતના સમાચાર આવ્યા બાદ હવે મૃતકોની સંખ્યા વઘી છે.પ્રાપ્ત વિગત પ્રમાણે મહારાષ્ટ્રના નાંદેડમાં મોતનો મામલો અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી દર્દીઓનો મોતનો આકંડો જાણે વઘતો જ જઈ રહ્યો છે

હવે 24 મોત બાદ હોસ્પિટલમાં ચાર બાળકો સહિત વધુ સાત દર્દીઓના મોત થયા છે. છેલ્લા 48 કલાકમાં અત્યાર સુધીમાં 31 લોકોએ જીવ ગુમાવ્યા છે. છેલ્લા 48 કલાકમાં સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલોમાં મૃત્યુઆંક 31 પર પહોંચ્યો છે જેમાં 16 બાળકોનો પણ સમાવેશ થાય છે.

આ સહીત મળતી જાણકતારી પ્રમાણે હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં થયેલા મોતથી આરોગ્ય તંત્ર પર સવાલો ઉઠી રહ્યા છે. લોકો આ મૃત્યુ માટે નબળા સરકારી તંત્રને જવાબદાર માની રહ્યા છે. આ મામલો નાંદેડની શંકરરાવ ચવ્હાણ સરકારી હોસ્પિટલનો છે.તો બીજી તરફ વિપક્ષ દ્રાર સતત સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.

હોસ્પિટલમાં થઈ રહેલા મૃત્યુ અંગે શંકરરાવ ચવ્હાણ સરકારી હોસ્પિટલના ડીનનું નિવેદન પણ જારી પાડવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે મોટાભાગના મૃત્યુ સાપ કરડવાથી અને બાકીના રોગોને કારણે થયા છે. સ્થિતિ એવી છે કે મોતનો મામલો અટકવાના કોઈ સંકેતો દેખાઈ રહ્યા નથી. આ આંકડાઓ સતત વધી રહ્યા છે.આ સાથે જ એમ પણ વિપક્ષ દ્રારા જણાવાયું છે કે હોસ્પિટલમાં બેડની સંખ્યા કરતા દર્દીઓની સંખ્યા વઘુ છે દવાઓની અછત છે જેના કારણે આ સ્થિતિ સર્જાય છે.