Site icon Revoi.in

ISISના હુમલાનો ભોગ બનેલા રશિયામાં મુસ્લિમોની સંખ્યા 2034 સુધીમાં 30% થશે, જાણો કઈ સ્થિતિમાં રહે છે અહીં ઈસ્લામના અનુયાયી

Social Share

નવી દિલ્હી: રશિયામાં થયેલા આતંકી હુમલાની જવાબદારી આઈએસઆઈએસ-કેએ લીધી. 2022માં પણ આ ઈસ્લામિક કટ્ટરપંથી સમૂહે કાબુલની રશિયન એમ્બસી પર હુમલો કર્યો હતો. આ મિલિટન્ટ ગ્રુપની પાસે રશિયા સાથે નારાજગીના ઘણાં કારણો હોઈ શકે છે. પરંતુ આ પણ સાચું છે કે આ દેશમાં મોટી સંખ્યામાં મુસ્લિમો વસવાટ કરે છે. ખાસ કરીને ઘણાં પ્રાંતમાં સુન્ની મુસ્લિમો જ રહે છે.

રશિયામાં હાલ મુસ્લિમોની સંખ્યા 16 મિલિયન છે. એટલે કે 1.6 કરોડ છે. તે રશિયાની કુલ વસ્તીના 12 ટકા છે. તેમાં સુન્ની મુસ્લિમોની સંખ્યા વધારે છે અને શિયા લઘુમતીમાં છે.

2019માં મુફ્તિ રવીલ ગેનુતદ્દીને દાવો કર્યો હતો કે આગામી 15 વર્ષ અથવા તેનાથી પણ ઓછા સમયમાં રશિયાની 30 ટકા વસ્તી મુસ્લિમ હશે. તેમાં ઘણી હદે સચ્ચાઈ પણ દેખાય રહી છે. ઘણાં રશિયન રાજ્ય બિનરશિયન ભાષા બોલનારા છે. ત્યાં સુધી કે એથનિક રશિયન લોકોની સંખ્યા ઓછી થઈ ચુકી છે. અહીં ગત સેન્સસ 2020માં થયો હતો, તેમાં મૂળ રશિયન લોકોની વસ્તી પહેલા થયેલા સેન્સસેથી લગભગ 4.9 ટકા ઘટી. આ વાત રાજધાની મોસ્કો સિવાય ઘણાં પ્રાંતોમાં જોવા મળી રહી છે.

તેમાં સૌથી પહેલા કોક્સ ક્ષેત્રના ઉત્તર ભાગમાં આવેલા ચેચન્યાની વાત કરીએ. તે ચેચન રિપલ્બિક તરીકે પણ ઓળખાય છે. સુન્ની મુસ્લિમ બહુમતીવાળા ક્ષેત્રમાં સતત અસ્થિરતા રહી. તેને રશિયાની સરકાર અને ભાગલાવાદીઓની વચ્ચે ઉંદર-બિલાડીનો ખેલ પણ માની શકાય છે. ભાગલાવાદી ચેચન્યાને અલગ દેશ બનાવવાની કોશિશ કરી રહ્યા છે. જ્યારે રશિયન સરકાર તેને દેશ સાથે જોડાયેલું રાખવાની કોશિશ કરી રી છે. લગભગ બે દશક પહેલા અહીં જનમત સંગ્રહ પણ થયો હતો. તેના પછી વ્લાદિમીર પુતિને અહીં અલગ બંધારણને મંજૂરી તો આપી, પરંતુ એ સ્પષ્ટ કર્યું કે ચેચન્યા રશિયાનો જ ભાગ રહેશે.

ચેચન્યા ભલે રશિયાનો હિસ્સો હોય. પરંતુ ત્યાંના લોકોની રહેણી-કરણી રશિયાથી ઘણી અલગ છે. ત્યાંના નેતા મોટાભાગે મહિલાઓને બુરખામાં રહેવાની વકીલાત કરી રહ્યા છે. જ્યારે બાકી દેશમાં માહોલ આવો નથી. ચેચન્યામાં દારૂબંધી છે. મહિલાઓ, ચાહે તે બિનમુસ્લિમ હોય, માથું ઢાંક્યા વગર ઓફિસ જઈ શકતી નથી. ઓનર કિલિંગની ઘટનાઓ ત્યાં આવતી રહે છે. ખુદ ચેચન લીડર રમઝાન અખમદોવિચ કાદિરોવ ઘણીવાર કહી ચુક્યા છે કે તેઓ રશિયાના નિયમથી બંધાયેલા છે. નહીંતર તેમની અંગત ઈચ્છા પોતાને ત્યાં શરિયા કાયદો લાગુ કરવાની છે.

સપ્ટેમ્બર-2023માં રશિયન ફેડરલ એજન્સી ફોર એથનિક અફેર્સે એક પોલ પર રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે ત્યાંના 43.5 લોકોએ શરિયા લૉને રશિયાના કાયદાને સારો માન્યો. ત્યાં સુધી કે 24 ટકા લોકોએ ઈચ્છા વ્યક્ત કરી કે જો નેતા રાજી હોય તો તે ઈસ્લામિક કાયદા માટે સડકો પર ઉતરવા માટે રાજી છે.

આવા જ કારણોથી અંદેશો લગાવાય છે કે જો રશિયા ક્યાંય પણ ચૂક કરે તો ચેચન્યા કદાચ તૂટીને આજાદ થનારો પહેલો દેશ હશે.

રિપબ્લિક ઓફ તાતારસ્તાન અથવા તાતારિયા મોસ્કોથી લગભગ 800 કિલોમીટર દૂર છે. અહીં 54 ટકા સુન્ની મુસ્લિમો વસવાટ કરે છે. જે તુર્કી ભાષા બોલે છે અને અહીંનું કલ્ચર માને છે. આ મૂળભૂત રીતે તુર્કના વતની છે અને તુર્કિએને જ પોતાની નજીક માને છે. આ કારણ છે કે અહીં પણ સતત ભાગલાવાદી મૂવમેન્ટ જોવા મળી રહી છે. મુફ્તિ ગેનુતદીને ઘણીવાર આરોપ લગાવ્યો છે કે અસ્થિરતા દરમિયાન રશિયાની સેના અહીંના લોકો પર હિંસા કરતી રહી છે. ત્યાં સુધી કે યુક્રેનથી લડાઈ શરૂ થવા પર અહીંન લાકોને બળજબરીથી સેનામાં ભરતી કરવામાં આવ્યા હતા. આ દરમિયાન બચવા માટે પાંચ હજારથી વધારે યુવા તાતાર તાતારસ્તાન છોડીને ભાગી ગયા.

અહીં પણ અલગ દેશની માગણી ઉઠતી રહી. મહત્વપૂર્ણ છે કે ઓઈલ ને ખેતીના કારણે આ હિસ્સો બેહદ સમૃદ્ધ છે. અહીં હજીપણ ઘણાં બિલિયન બેરલ ઓઈલ રિઝર્વ છે. આ બધું જોઈને ભાગલાવાદી સંગઠન માનવા લાગ્યું છે કે હાલ તો મોસ્કોના નામની નીચે તે છૂપાય જાય છે. પરંતુ અલગ થયું તો તેની પોતાની ઓળખ હશે.

કોકેશસ એરિયા ગણાતા આ વિસ્તારો પર યુનાઈટેડ નેશન્સે પણ સર્વે કર્યો અને તારવ્યું કે મહિલાઓ અહીં કોઈ પુરુષ સાથીદાર વગર આસાનીથી બહાર આવન-જાવન કરી શકતી નથી.