Site icon Revoi.in

ભારતમાં કોરોના રસીકરણ અભિયાનમાં રસીના ડોઝનો આંકડો 125 કરોડને પાર

Social Share

 

દિલ્હીઃ ભારતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને અટકાવવા માટે રસીકરણ અભિયાનને વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. 24 કલાકમાં 73.67 લાખ વ્યક્તિઓના કોરોનાની રસી આપીને સુરક્ષિત કરવામાં આવ્યાં છે. આમ દેશમાં કોરોનામાં પ્રજાને અત્યાર સુધી 125 કરોડથી વધારે ડોઝ આપીને સુરક્ષિત કરાયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 79.35 કરોડ લોકોને રસીનો પ્રથમ ડોઝ આપીને સુરક્ષિત કરાયાં છે. આવી જ રીતે 46.38 કરોડ લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

કોરોના મહામારી વચ્ચે અત્યાર સુધી 3.40 કરોડ લોકો કોરોનાને મહાત આપીને સાજા થયાં છે. ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ એમિક્રોનના બે નોંધાતા તંત્ર વધારે એક્ટીવ બન્યું છે. 24 કલાકમાં 11.57 લાખ લોકોના કોરોના પરીક્ષણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 64.46 કરોડ કોરોના ટેસ્ટ કરાયાં છે. 1.03 કરોડ આરોગ્ય કર્મચારીઓએ પ્રથમ અને 95 લાખ કર્મચારીઓએ બીજો ડોઝ લીધા છે. આવી જ રીતે 1.83 કરોડ ફ્રન્ટલાઈન કોરોના વોરિએન્સને પ્રથમ અને 1.65 કોરોના યોદ્ધાઓએ બંને ડોઝ લીધા છે. 18થી 44 વર્ષીય 48.28 કરોડ યુવાનોએ પ્રથમ અને 23.39 કરોડ યુવાનોએ બંને ડોઝ લીધા છે. 45થી 59 વર્ષીય 18,58 આધેડ લોકોએ પ્રથમ અને 12.33 કરોડ લોકોએ બંને ડોઝ લીધા છે. આવી જ રીતે 60 વર્ષથી વધુની ઉંમરના 11.63 લાખ વૃદ્ધોએ પ્રથમ અને 8.06 કરોડ વૃદ્ધોને બંને ડોઝ આપીને સુરક્ષિત કરવામાં આવ્યાં છે. આમ અત્યાર સુધીમાં દેશમાં 125.75 કરોડ ડોઝ આપવામાં આવ્યાં છે.