Site icon Revoi.in

મુન્નાભાઈ અને સર્ટિકની જોડી ફરી જામશે, બન્ને અભિનેતાઓ એ સાથે શેર કરેલા વીડિયો એ આપી હિંટ

Social Share

 મુંબઈઃ-  બોલિવૂડ અભિનેતા સંજય દત્ત અને અરશદ વારસીની જોડી મુન્ના ભાઈ અને સર્ટિકને કેરેક્ચટરથી જાણીતી બની હતી મુન્ના ભાઈ એમબીબીએસ ફિલ્મ બાદ આ બન્ને અભિનેતાઓની જુગલ જોડી ફેમસ થઈ ત્યારે હવે તાજેતરમાં બન્ને અભિનેતાઓ એ પોતાનો સાથે એક ફોટો શેર કર્યો છએ જેને લઈને તેઓ ફરી ચર્ચામાં આવ્યા છે. જાણો આ ફોટો જોઈને મુન્ના ભાઈ 3 બનવાની હોય તેવી હિંટ મળતી જોવા મળી છે.

માહિતી પ્રમાણે  એક વીડિયો સામે આવ્યો છે. જેમાં સંજય દત્ત અને અરશદ વારસી ફરી એકવાર સાથે જોવા મળશે. વાયરલ વીડિયોએ ચાહકોની અપેક્ષાઓ વધારી દીધી છે.બોલિવૂડ એક્ટર સંજય દત્ત અને અરશદ વારસીને એકસાથે જોવું એ ફેન્સ માટે કોઈ  દિલચસ્પ દ્રશ્યથી ઓછું નથી. 

મુન્નાભાઈ એમબીબીએસ ફિલ્મથી આ જોડી લોકોની ફેવરિટ આ જોડી છે. મુન્નાભાઈ અને સર્કિટની કોમેડી જોઈને દર્શકો પોતાનું હસવાનું રોકી શકતા નથી. દિગ્દર્શક રાજકુમાર હિરાનીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે લોકોના મન પર ઊંડી છાપ છોડી હતી. આ એક બ્લોકબસ્ટર કોમેડી-ડ્રામા ફિલ્મ હતી. જે લોકો મુન્નાભાઈ અને સર્કિટને ફરી એકસાથે જોવા માંગતા હતા તેમના માટે એક સારા સમાચાર છે કારણ કે આ જોડી ફરી એકવાર રાજકુમાર હિરાણી સાથે કામ કરી રહી છે. 

વાતજાણે એમ છે કે  સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સંજય દત્ત મુન્નાભાઈ ગેટઅપમાં જોવા મળી રહ્યો છે. સંજય દત્ત ડિરેક્ટર સાથે હોસ્પિટલના સેટ પર પ્રવેશે છે. ત્યારે અરશદ વારસી પાછળથી સર્કિટ લુકમાં આવે છે.

અરશદ અને સંજય એકબીજાને ગળે લગાવેતા વીડિયોમાં જોવા મળે છે અને કહે છે કે અમે પાછા આવી ગયા છીએ. તે જ સમયે, ખાજે રાજકુમાર હિરાણી તેમની મુલાકાતને જોઈને હસતા જોવા મળે છે. બેકગ્રાઉન્ડ જોતાં એવું લાગે છે કે કંઈકનું શૂટિંગ ચાલી રહ્યું છે. 

આ વીડિયો સામે આવ્યા બાદ ચાહકોની અપેક્ષાઓ વધી ગઈ છે. લોકો સતત કોમેન્ટ દ્વારા પૂછી રહ્યા છે કે શું મુન્નાભાઈ 3 બની રહી છે. માનવામાં આવે છે કે આ જોડી ફિલ્મના ત્રીજા ભાગ માટે સાથે આવી રહી છે. 

Exit mobile version