Site icon Revoi.in

બનાસકાંઠાના પશુપાલકએ દૂધ ઉત્પાદનમાં પ્રથમ સ્થાન મેળવ્યું

Social Share

અમદાવાદઃ ગુજરાત રાજ્ય દરેક ક્ષેત્રે હરણફાળ ભરી રહયું છે. રાજ્યમાં અનેક જિલ્લાઓમાં કોઈ પણ ક્ષેત્રની વાત હોય જેમાં રાજ્યના યુવાનો, મહિલાઓ કે વૃદ્ધો હોય જેઓ નવતર પ્રયોગ કરીને કઈંક શ્રેષ્ઠ કરવાની જાણે નેમ લીધી હોય તેમ કાર્યો કરવા તૈયાર રહે છે. બનાસકાંઠા જિલ્લાના લાખણીના કોટડા ગામના પશુપાલક પરાગભાઈ વેલાભાઈ ચૌધરી સમગ્ર જિલ્લામાં દૂધ ઉત્પાદનમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. તેમને બનાસ ડેરી દ્વારા રૂ. 30 હજારનું પુરસ્કાર આપવામાં આવ્યું છે.

પશુપાલક પરાગભાઈ વેલાભાઈ ચૌધરી જિલ્લા કક્ષાએ હરિયાણાથી લાવેલી મુરા નસલની ભેંસને લઈ દુધ હરીફાઈમાં ભાગ લીધો. દૂધ હરીફાઈમાં ભેંસનું પહેલું વેતર 3 વર્ષની ઉંમરે દિવસનું વીસ લીટર સાતસો પચ્ચાસ ગ્રામ થયું હતું. તેમની ભેંસે જિલ્લા કક્ષાએ દૂધ હરીફાઈમાં પહેલો નંબર મેળવી સમગ્ર બનાસકાંઠા અને બનાસ ડેરીનું ગૌરવ વધાર્યું છે. પરાગભાઈ ચૌધરીને બનાસડેરી દ્વારા 30 હજાર રૂપિયાનું પ્રોત્સાહિત ઈનામ સાથે  જિલ્લાકક્ષાના બનાસડેરીના અધિકારીઓએ ફાર્મની રૂબરૂ મુલાકાત પણ કરી હતી. ડેરીના અધિકારીઓ સાથે રહી લાઈવ દૂધ મિલ્કીંગ કરાવી એક ટાઇમનો દૂધ દસ લિટર છ સો ચાલીશ (640) ગ્રામ ની માપણી પણ કરી હતી.

Exit mobile version