Site icon Revoi.in

ઈન્ડોનેશિયાથી મુસાફરો સાથે ઉડાન ભરનારુ વિમાન ભેદી સંજોગોમાં થયું ગુમ

Social Share

દિલ્હીઃ ઇન્ડોનેશિયાના પાટનગર જકાર્તાથી 50 મુસાફરો સાથે ઉડાણ ભરનાર એક પૅસેન્જર પ્લેન ગુમ થયું હોવાનું જાણવા મળે છે. વિમાને ઉડાન ભર્યાના 4 જ મિનિટમાં તેનો સંપર્ક કપાયો હતો. ગાયબ થતા પહેલા વિમાન 10 હજાર ફુટની હાઈટ ગુમાવી હતી. ત્યાર બાદ વિમાન રડારમાંથી ગાયબ થઈ ગયું હતું.

પ્રાથમિક માહિતી અનુસાર ઈન્ડોનેશિયાથી ઉડાન ભરનાર એક વિનામ ગણતરીની મિનિટોમાં જ ભેદી સંજોગોમાં ગુમ થતા તંત્ર દોડતું થઈ ગયું હતું. તેમજ તેની શોધખોળ આરંભી હતી. દરમિયાન એક અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, પશ્ચિમ કાલિમતન પ્રાંતમાં આવેલા પૉઇન્ટેનૅક જઈ રહેલા વિમાને સંપર્ક ગુમાવ્યો હતો. વિમાને એક મિનિટમાં 3000 મિટર (10,000 ફૂટ)ની ઊંચાઈ ગુમાવી હતી. હાલ વિમાનની શોધ અને બચાવ માટેના પ્રયત્નો ચાલી રહ્યાં છે.

Exit mobile version