Site icon Revoi.in

ટેકઓફ દરમિયાન તૂટી ગયું વિમાનનું ટાયર,સોશિયલ મીડિયા પર વાયરલ થયો આ ખતરનાક VIDEO 

Social Share

મોટાભાગના લોકો ટ્રિપ પર જવા માટે પ્લેનની મદદ લે છે કારણ કે તેનાથી સમયની પણ બચત થાય છે અને લાંબી મુસાફરી થોડા કલાકોમાં પૂરી કરી શકાય છે.ફ્લાઇટ જેટલી આરામદાયક છે, તે વધુ જોખમી સાબિત થઈ શકે છે.ઘણીવાર તમે સોશિયલ મીડિયા પર ફ્લાઈટના લેન્ડિંગ અને ટેકઓફના વીડિયો જોયા જ હશે, જેને જોઈને દરેક દંગ રહી જાય છે. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જ્યાં ઈટાલીમાં પ્લેનના ટેકઓફ દરમિયાન એક વિચિત્ર દુર્ઘટના થઈ હતી.

આ ઘટના ઈટાલીના ટારંટો એરપોર્ટની છે.જ્યાં અટલસ એરના ડ્રીમલિફ્ટર બોઇંગ 747 વિમાને જેમ હવામાં ઉડાન ભરી ત્યારે અચાનક મેન લેન્ડિંગ ગિયરનું ટાયર ટેક ઓફ કરતાની સાથે જ આગનો ગોળો બનીને વિમાનથી અલગ થઈને જમીન પર પડી ગયું હતું.અકસ્માતના પગલે મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

પરંતુ પરિસ્થિતિને જોતા વિમાનમાં લગાવેલા અન્ય વ્હીલ્સની મદદથી સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.બોઇંગે પોતાના નિવેદનમાં કહ્યું કે,કાર્ગો પ્લેને યુએસના ચાર્લ્સટન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કર્યું. અકસ્માતના કારણની તપાસ કરવામાં આવી રહી છે. પ્લેનથી અલગ થયેલા ટાયરનું વજન લગભગ 100 કિલો છે.આ ટાયર એરપોર્ટ નજીકના ખેતરમાંથી મળી આવ્યું હતું.