Site icon Revoi.in

લો બોલો, રસ્તાના રિપેરિંગમાં તંત્રના ઠાગાઠૈયાથી કંટાળેલી પ્રજાની મદદે આવી પોલીસ, સ્વખર્ચે કરાવ્યો માર્ગ રિપેર

Social Share

મુંબઈઃ આંધ્રપ્રદેશના વિજયવાડામાં બિસ્માર રસ્તાના કારણે વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં હતા. આ અંગે તંત્ર સમક્ષ અનેકવાર રજૂઆત કરીને રસ્તો રિપોરિંગ કરવા માંગણી કરી હતી. જો કે, તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી ન હતી. દરમિયાન પોલીસ વાહન ચાલકોની મદદ આવી છે. એટલું જ નહીં પોલીસે પોતાના ખર્ચે રસ્તો રિપોરીંગ કરાવ્યો હતો. પોલીસની આ કામગીરીની સ્થાનિકો પ્રશંસા કરી રહ્યાં છે.

મીડિયા રિપોર્ટ અનુસાર વિજયવાડાના નજવીડના એક રસ્તાની હાલત એટલી ખરાબ થઈ ચુકી હતી કે લોકોને ત્યાં આવવા જવામાં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. લોકોએ ઘણી વખત ફરીયાદ કરી હોવા છતા કોઈ પગલાં ન હતા લેવાતા. દરમિયાન પોલીસે નિર્ણય કર્યો કે રસ્તાનું સમારકામ તે જાતે કરાવશે. તેમણે મળીને એક ગ્રાફ તૈયાર કર્યો અને કામ શરૂ કરી દીધુ.

ડીએસપી શ્રીનિવાસુલૂએ જણાવ્યું કે સંબંધિત અધિકારીઓ અને તેમની ટીમે પોત પોતાના વિસ્તારમાં રસ્તા પરના ખાડા, દુર્ઘટના સંભાવિત ક્ષેત્રોની તપાસ કરી એક રીપોર્ટ બનાવ્યો, જેની એક કોપી કૃષ્ણ જિલ્લાના એસપી સિદ્ધાર્થ કૌશલને મોકલી આપી હતી. તે બાદ પૈસા ભેગા કરીને પોલિસ કર્મચારીઓએ રસ્તો બનાવવાની જવાબદારી લીધી હતો.

પોલીસને રસ્તાનું સમારકામ કરતા જોઈને સ્થાનિકો પણ જોડાયાં હતા. આમ પોલીસ અને સ્થાનિકોએ 25થી વધારે જગ્યા ઉપર ખાડા પુરીને માર્ગ રિપેરીંગ કર્યો હતો. સામાન્ય રીતે ગુનેગારોને પકડીને જેલમાં પુરવાનું કામ કરતી પોલીસે વિજયવાડામાં રસ્તાનું રિપેરીંગ કામ કરતા સ્થાનિકોમાં ખુશી ફેલાઈ છે.

Exit mobile version