Site icon Revoi.in

ભાવનગરના મહુવામાં સિટી સર્વેની કચેરીમાં સુપરિન્ટેન્ડન્ટની જગ્યા વર્ષોની ખાલી, લોકોને મુશ્કેલી

Social Share

ભાવનગરઃ જિલ્લામાં મહુવા શહેર તાલુકાનું મુખ્ય મથક છે. જિલ્લાનો મોટા તાલુકો હોવાથી પ્રાંત, સીટી સર્વે, ડીવાયએસપી સહિત કચેરીઓ આવેલી છે. જેમાં સિટી સર્વેની કચેરીમાં વર્ષોથી સુપરિન્ટેન્ડન્ટની જગ્યા ખાલી છે. અને વર્ષોથી ઈન્ચાર્જથી વહિવટ ચાલી રહ્યો છે. કચેરીમાં મહત્વની જગ્યા ખાલી હોવાથી લોકોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે.

સૂત્રોના કહેવા મુજબ મહુવા સીટી સર્વેનું મહેકમ 2001 માં કરકસરના પગલા રૂપે રદ કરેલ. ત્યારે 2015માં નવું મહેકમ મંજુર થયેલ. 14 વર્ષના વનવાસ પછી 8 વર્ષ પસાર થઇ ગયા પછી પણ મહુવાને અધિકારી સાથે મહેકમ ફાળવવામાં આવેલ ન હોય ઓફ લાઇન સનદ મેળવવા મહુવાના નગરજનોને ભારે મુશ્કેલી પડે છે.  સીટી સર્વે કચેરીમાં ઘણા વર્ષોથી કાયમી સુપ્રિટેડન્ટની જગ્યા ભરાઇ નથી. ઇન્ચાર્જથી કામ ચલાવવામાં આવે છે. આથી અરજદારોના કામ ધીમી ગતીએ થાય છે. પુરા મહેકમ સાથે મહુવામાં સીટી સર્વે સુપ્રિટેડન્ટ કયારે મુકવામાં આવશે ? તેવો પ્રશ્ન લોકો પૂછી રહ્યા છે. મિલ્કત ધારકો છેલ્લા 22 વર્ષથી કાયમી સીટી સર્વે સુપ્રિટેડન્ટ વિહોણી સીટી સર્વે કચેરીમાં ધરમ ધક્કા ખાય છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું. કે, મહુવાના મિલ્કત ધારકોની વારસાહક,  લે-વેચ બાદ સીટી સર્વે કચેરીમાં નોંધ પડતી નથી અને સીટી સર્વે નંબર વિના નગરપાલિકા બાંધકામની મંજુરી આપતી નથી. આથી મહુવાના લોકોને તેની મિલ્કતનું ટાઇટલ કલીઅરન્સ લેવા વકીલ પાસે જવુ પડે છે અને સીટી સર્વે કચેરીમાં મિલ્કત નોંધાયેલી નથી. તેવુ પ્રમાણપત્ર મેળવવા જવુ પડે છે. સીટી સર્વે પ્રોપટી કાર્ડ મકાન બાંધકામની પરમીશનમાં તથા બેંકની લોનની કામગીરીમાં ફરજીયાત રજુ કરવાના હોવાથી લોકોને બાંધકામની મંજુરી મળતી નથી. કાયમી સીટીસર્વે સુપ્રિટેડન્ટ વગરની મહુવાની કચેરીમાં હાલ બે મેન્ટેનન્સ સર્વેયર અને એક ચોથા વર્ગના કર્મચારી કામ કરે છે. નગરપાલિકાએ વેચેલા પ્લોટો મોટા ભાગના સીટી સર્વેમાં આજદીન સુધી ચડયા નથી. હાલ મહુવાનો વિસ્તાર અને વસતીમાં ઘણો મોટો વધારો થયો છે.  પરંતુ સિટી સર્વેની કચેરીમાં સત્વરે સુપરિન્ટન્ડન્ટની જગ્યા ભરવા માગ ઊઠી છે.