1. Home
  2. Tag "Mahuva"

મહુવામાં રખડતા ઢોરનો ત્રાસ, રોડ પર અડ્ડો જમાવીને બેસતા પશુઓને કારણે વાહનચાલકોને મુશ્કેલી

ભાવનગરઃ જિલ્લાના મહુવા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસથી રહિશો ત્રાહીમામ પોકારી ગયા છે. ચોમાસાની સીઝનમાં તો રોડ-રસ્તાઓ પર રખડતા પશુઓ અડીંગો જમાવીને બેસી રહેતા હોય છે. તેના લીધે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રખડતા ઢોર ખાસ કરીને ખુંટીયાને પકડી ડબ્બે પુરવાની જવાબદારી સ્થાનિક સતાવાળાની હોય છે પરંતુ રખડતા ઢોરને ઝબ્બે કરવા કાયમી તંત્ર […]

ભાવનગરના મહુવામાં સિટી સર્વેની કચેરીમાં સુપરિન્ટેન્ડન્ટની જગ્યા વર્ષોની ખાલી, લોકોને મુશ્કેલી

ભાવનગરઃ જિલ્લામાં મહુવા શહેર તાલુકાનું મુખ્ય મથક છે. જિલ્લાનો મોટા તાલુકો હોવાથી પ્રાંત, સીટી સર્વે, ડીવાયએસપી સહિત કચેરીઓ આવેલી છે. જેમાં સિટી સર્વેની કચેરીમાં વર્ષોથી સુપરિન્ટેન્ડન્ટની જગ્યા ખાલી છે. અને વર્ષોથી ઈન્ચાર્જથી વહિવટ ચાલી રહ્યો છે. કચેરીમાં મહત્વની જગ્યા ખાલી હોવાથી લોકોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે. સૂત્રોના કહેવા મુજબ મહુવા સીટી સર્વેનું મહેકમ 2001 […]

મહુવામાં ખાતમૂહુર્ત કર્યાને 10 વર્ષના વહાણા વીતિ ગયા છતાં શાક માર્કેટ બનાવનાનું મૂહુર્ત મળતું નથી

ભાવનગરઃ જિલ્લાના મહુવા શહેર સમૃદ્ધ ગણાતુ હોવા છતાંયે વિકાસમાં ખૂબ પાછળ રહ્યું છે, જેમાં સ્થાનિક તંત્રની બેદરકારી પણ જવાબદાર છે. મહુવા નગરપાલિકા દ્વારા વર્ષ 2013માં રૂપિયા 259 લાખના ખર્ચે વાસી તળાવ પાસે ગાધકડા બજાર નજીક અદ્યતન નવી શાક માર્કેટ બનાવવાની જાહેરાત કર્યા બાદ  ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. અને ત્યારબાદ શાક માર્કેટનું ખાતમુહૂર્ત પણ કરાયું […]

મહુવામાં સર્કિટ હાઉસના કર્મચારીઓ 5 મહિનાનાં પગારથી વંચિત, અંતે સર્કિટ હાઉસને લાગ્યા તાળાં

ભાવનગરઃ જિલ્લાના  દરિયા કિનારે આવેલા મહુવા શહેરની વસતી અને વિસ્તારમાં છેલ્લા દાયકાથી વધારો થયો છે. તાલુકાનું મુખ્ય મથક હોવાથી અનેક સરકારી કચેરીઓ અને કોર્ટ આવેલી છે. શહેરની વિઝિટ માટે આવતા સરકારી અધિકારીઓ, પદાધિકારીઓ વગેરે માટે સર્કિટ હાઉસ બનાવેલું છે. અધિકારીઓ કે પદાધિકારીઓ સર્કિટ હાઉસમાં વિશ્રામ કરતા હોય છે. મહેમાનોની સરભરા માટે રોજમદાર અને કોન્ટ્રાક્ટ પર […]

ભાવનગરના મહુવામાં ટ્રાફિકની સમસ્યા, વાહનોની અવરજવરના પ્રતિબંધનો ભંગ કરતા વાહનચાલકો

ભાવનગરઃ જિલ્લાના મહુવા શહેરમાં ટ્રાફીક સમસ્યા માથાના દુઃખાવારૂપ બનતી જાય છે. વાહનચાલકો જ ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી. અને ટ્રાફિક પોલીસનો ભય ન હોય તેમ બિન્દાસ્તથી ટ્રાફિક નિયમોનો ભંગ કરતા હોય છે. મહુવા શહેરમાં મખ્ય બજારમાં વેપારીઓએ દુકાનો બહાર દબાણો કરેલા હોય છે. ઉપરાત વાહનચાલકો નો એન્ટ્રી હોવા છતાં વાહનો ઘૂસાડતા હોય છે. તેથી રાહદારીઓને […]

મહુવાથી ડુંગળી દેશના અન્ય રાજ્યોમાં મોકલવા માટે રેલવે પુરતા રેન્ક ફાળવતું નથી,

ભાવનગરઃ જિલ્લાના મહુવા અને તળાજા વિસ્તારમાં લાલ ડુંગળીનું મબલખ ઉત્પાદ થયું છે. ડુંગળીનો મોટાભાગના જથ્થો પંજાબ, દિલ્હી ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાં મોકલાતો હોય છે. ડીઝલના ભાવ વધ્યા બાદ રોડ ટ્રાન્સપોર્ટેશન મોંધુ બની ગયું છે. ત્યારે રેલવે દ્વારા વેપારીઓને પણ માલ મોકલવો સસ્તો પડે છે. પરંતુ રેલવે દ્વારા પુરતા રેન્ક ફાળવાતા નહીં હોવાથી વેપારીઓને ટ્રકો દ્વારા […]

ભાવનગરના મહુવામાં જાહેર માર્ગો પર કચરાના ઠેર ઠેર ઢગલાં અને કાદવ-કીચડથી લોકો પરેશાન

ભાવનગરઃ જિલ્લાનું મહુવા શહેર તાલુકા મથક છે. શહેરના જાહેર રસ્તાઓ પર કાદવ કિચડ તથા કચરાના ઢગના કારણે રોગચાળો ફાટી નિકળે તેવી દહેશત ઉભી થઇ છે, અને આગામી દિવસોમાં રોગચાળો વધુ વકરે નહી તે માટે કાદવ-કીચડ દુર કરવા અને સફાઇ ઝુંબેશ હાથ ધરવા તથા નિયમિત પણે જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉભી થવા […]

ભાવનગરના મહુવાની સરકારી હોસ્પિટલના સિલિંગમાંથી પડતા ગાબડાંથી દર્દીઓમાં ભય

ભાવનગરઃ રાજ્યમાં આરોગ્ય માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, છતાં તાલુકા મથકે સરકારી હોસ્પિટલોના મકાનોની જર્જરિત હાલત જોવા મળી રહી છે. જિલ્લાના મહુવાની સિવિલ હોસ્પિટલના બિલ્ડિંગની એવી હાલત છે. કે બિલ્ડિંગના છતમાંથી પોપડાં પડી રહ્યા છે. જેથી દર્દીઓ ભયના ઓથાર હેઠળ સારવાર લઈ રહ્યા છે. ચોમાસાની ઋતુંમાં તો ગમે ત્યારે છતમાંથી ગાબડાં […]

ભાવનગરના મહુવાનો માલણ ડેમ 70 ટકાથી વધુ ભરાતા હેઠવાસના ગામોને કરાયા એલર્ટ

ભાવનગરઃ ચોમાસાના પ્રારંભથી જ ગોહિલવાડ પંથકમાં સારોએવો વરસાદ પડ્યો છે. જેના લીધે જળાશયોમાં નવા નીરની સારીએવી આવક થઈ છે. ભાવનગરના ગૌરીશંકર તળાવ (બોર તળાવ), શેત્રુંજી ડેમમાં પણ વર્ષ સુધી ચાલે તેટલા પાણીની આવક થઈ છે. જ્યારે મહુવા તાલુકાના ખૂંટવડા ગામ નજીક માલણ નદી પરનો ડેમ 70 ટકાથી વધુ ભરાઈ જતાં નદી કાંઠાના હેઠવાસના ગામોને એલર્ટ […]

સૌરાષ્ટ્રમાં મેઘાની ધમાકેદાર બેટિંગ, મહુવામાં વીજળી પડતા બેનાં મોત, ચાર દિવસ વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું.જોકે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હજુ સુધી સામાન્ય વરસાદી ઝાપટાં જ પડી રહ્યા છે. ત્યારે હવે રાજ્યભરમાં ચોમાસું જામી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી હળવાથી ભારે વરસાદની સંભાવના છે. રાજકોટમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code