1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગરના મહુવામાં જાહેર માર્ગો પર કચરાના ઠેર ઠેર ઢગલાં અને કાદવ-કીચડથી લોકો પરેશાન
ભાવનગરના મહુવામાં જાહેર માર્ગો પર કચરાના ઠેર ઠેર ઢગલાં અને કાદવ-કીચડથી લોકો પરેશાન

ભાવનગરના મહુવામાં જાહેર માર્ગો પર કચરાના ઠેર ઠેર ઢગલાં અને કાદવ-કીચડથી લોકો પરેશાન

0
Social Share

ભાવનગરઃ જિલ્લાનું મહુવા શહેર તાલુકા મથક છે. શહેરના જાહેર રસ્તાઓ પર કાદવ કિચડ તથા કચરાના ઢગના કારણે રોગચાળો ફાટી નિકળે તેવી દહેશત ઉભી થઇ છે, અને આગામી દિવસોમાં રોગચાળો વધુ વકરે નહી તે માટે કાદવ-કીચડ દુર કરવા અને સફાઇ ઝુંબેશ હાથ ધરવા તથા નિયમિત પણે જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉભી થવા પામી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ મહુવાના જાહેર અને મુખ્ય માર્ગો પર ઠેર ઠેર કચરાના ઢગલાં જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં, કાદવ-કિચડ પણ એટલો જ જોવા મળી રહ્યો છે. આથી શહેરના નાગરિકોમાં  વોર્ડ વાઇઝ સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉભી થવા પામી છે. વાદળછાયા વાતાવરણ, સુર્યપ્રકાશનો અભાવ, ભારે અને ઝરમર વરસાદ, સફાઇનો અભાવ અને જંતુ નાશક દવાના છંટકાવના અભાવના કારણે ઠેર ઠેર ઉભા થયેલા કાદવ કીચડની અને ઉકરડાની ગંદકી વરસાદના પાણીના નિકાલ ન થવાના કારણે ઠેર ઠેર ભરેલા ખાબોચીયાથી મહુવા શહેરમાં મચ્છર અને જીવજંતુનો ત્રાસ વધી ગયો છે

મહુવા નગરપાલિકાએ સફાઇ ઝુંબેશ હાથ ઘરવાની જરૂરીયાત ઉભી થવા પામી છે. થોડા સમય પહેલા હોસ્પિટલમાં દરરોજ સરાસરી 600 થી 700 દર્દીઓની ઓપીડી ચાલતી હતી જે વધીને 1000 થી 1200ની થઈ છે. મહુવા નગરપાલિકા દ્વારા મહુવા શહેરમાં દરરોજ 27-28 ટન કચરો ઉપાડવાની જરૂરીયાત છે. નગરપાલિકા દ્વારા ચાર ટ્રેકટર અને એક જેસીબી દ્વારા કચરો ઉપાડવામાં આવે છે તેમ છતાં 50 ટકા જેટલો કચરો લેવાનો બાકી રહી જાય. નગરપાલિકા પાસે 100 જેટલા કાયમી, રોજમદાર અને ફીકસ પગારી સફાઇ કામદારો અને કોન્ટ્રાકટરના 97 મળી કુલ 197 કામદારો મહુવાના 12 વોર્ડની સફાઇ કરે છે તેમ છતાં સઘન સફાઇ ઝુંબેશ ઉપાડવાની જરૂર છે. મહુવાની આરોગ્ય કચેરી અને શૈક્ષણિક સંસ્થા સામે કચરાના ઢગલા હોય તો બીજી જગ્યાની વાત જ કયા રહી. જો આરોગ્ય કચેરીની આજુબાજુ જ સાફ સફાઈ નથી તો શહેરના અન્ય સ્થળોની હાલતની તો વાત જ ક્યાં કરવી? વરસાદને કારણે ઠેરઠેર ગંદકીના ઠગલા જોવા મળ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે આ ગંદકી ક્યારે દૂર કરવામાં આવશે ?

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code