1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં 12 IPS અધિકારીઓની બદલીઓ, શરદ સિંઘલ બન્યા અમદાવાદના જોઈન્ટ CP
ગુજરાતમાં 12 IPS અધિકારીઓની બદલીઓ, શરદ સિંઘલ બન્યા અમદાવાદના જોઈન્ટ CP

ગુજરાતમાં 12 IPS અધિકારીઓની બદલીઓ, શરદ સિંઘલ બન્યા અમદાવાદના જોઈન્ટ CP

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા આઈપીએસ અધિકારીઓની સાગમટે બદલીઓની અટકળો ચાલી રહી હતી, પણ કોઈ કારણોસર બદલીઓ થઈ શકી નહોતી. ત્યાંજ લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ ચૂંટણી પંચની મંજુરીથી ઘણાબધા આઈપીએસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી હતી. ત્યારબાદ ગુરૂવારે ફરીવાર ડઝન જેટલા અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. જેમાં  10 આઈપીએસ અને બે એસપીએસ અધિકારીઓનો સમાવેશ થાય છે. અમદાવાદમાં શરદ સિંઘલને ક્રાઈમ બ્રાન્ચમાં જોઈન્ટ પોલીસ કમિશનર બનાવ્યા છે.જ્યારે  નિરજ બડગુજરની અમદાવાદ શહેરમાં એસીપી ક્રાઈમ તરીકે બદલી કરવામાં આવી છે.

રાજ્યના ગૃહ વિભાગે ચૂંટણી પંચની મંજુરીથી 12 આઈપીએસ અધિકારીઓની બદલીઓ કરી છે. અમદાવાદ શહેરની ત્રણ પોસ્ટ જેમાં ઝોન વન, સેક્ટર વન અને ડીસીપી ક્રાઈમ ઇન્ચાર્જમાં ચાલતી હતી જેને ભરી દેવામાં આવી છે. અમદાવાદ શહેરમાં શરદ સિંગલ જે વેઇટિંગ ફોર પોસ્ટિંગ હતા તેમને ક્રાઈમ બ્રાન્ચમાં જોઇન્ટ પોલીસ કમિશનર બનાવ્યા છે. જ્યારે સાયબર ક્રાઇમના ડીસીપી અજીત રાજ્યાણને અમદાવાદ ડીસીપી ક્રાઈમ તરીકે નિયુક્તિ આપવામાં આવી છે. સેક્ટર વનની ખાલી પડેલી પોસ્ટ હવે નીરજ બડગુજરને સોંપવામાં આવી છે. IPS અધિકારીઓની બદલીના હુકમમાં વેઇટિંગ ફોર પોસ્ટિંગ અને ઇન્ચાર્જ જગ્યાઓ ભરવાની પ્રાથમિકતા આપવામાં આવી છે.

જે બદલીઓ કરવામાં આવી છે. જેમાં રાઘવેન્દ્ર વત્સની સુરત શહેરના જોઇન્ટ પોલીસ કમિશનર(ક્રાઈમ) તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. શરદસિંઘલને અમદાવાદ શહેરના જોઇન્ટ પોલીસ કમિશનર(ક્રાઇમ) તરીકે નિમણૂંક કરવામાં આવી છે. ચૈતન્ય માંડલિકને સીઆઈડી ક્રાઇમ(ગાંધીનગર)ના એસ.પી.તરીકે મૂકવામાં આવ્યા છે. જ્યારે મનીષસિંઘની મોટર ટ્રાન્સપોર્ટના એસપી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. તેમજ ઉષા રાડાની SRPF, ગ્રૂપ-6(મુડેટી,સાબરકાંઠા)ના કમાન્ડન્ટ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. ડો.લવિનાસિન્હાની અમદાવાદ શહેરના સાયબર ક્રાઇમના ડીસીપી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. આ ઉપરાંત સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ-1ના એસપી હિમાંશુ વર્માની અમદાવાદ શહેરના ઝોન-1 ડીસીપી તરીકે બદલી કરવામાં આવી છે. સ્ટેટ પોલીસ સર્વિસના રૂપલ સોલંકીની ડીજી ઓફિસમાં સ્ટાફ ઓફિસર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.  સ્ટેટ પોલીસ સર્વિસના ભારતી જે. પંડ્યાની ગાંધીનગર ખાતે ટેકનિકલ સર્વિસમાં એસ.પી.તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

અમદાવાદ શહેરની ત્રણ જગ્યા પર પોસ્ટિંગ તેમજ શરદ સિંઘલ, ભારતી પંડ્યા, ઉષા રાડા અને ચૈતન્ય માલિકને વેઇટિંગ ફોર પોસ્ટિંગમાંથી ચાર્જ સોંપવામાં આવ્યો છે. એટલે કે, હવે તેમને નવી નિમણૂંક મળી ગઈ છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં ચૂંટણી હોવાના કારણે જે પોસ્ટ ખાલી હતી તે હવે ભરી દેવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code