Homeગુજરાતીગુજરાતવિરમગામ-ધ્રાંગધ્રા હાઈવે પર ઊભેલી ટ્રક પાછળ એમ્બ્યુલન્સ ઘૂસી જતા ચાલકનું મોત

વિરમગામ-ધ્રાંગધ્રા હાઈવે પર ઊભેલી ટ્રક પાછળ એમ્બ્યુલન્સ ઘૂસી જતા ચાલકનું મોત

પાટડી, 9 ઓક્ટોબર, 2026 :  Driver dies after ambulance rams into parked truck વિરમગામ-ધ્રાંગધ્રા સ્ટેટ હાઈવે પર માલવણ ટોલનાકા પાસે રોડ પર ઊભેલી ટ્રક પાછળ પૂરપાટ ઝડપે આવેલી એમ્બ્યુલન્સ ઘૂસી જતાં એમ્બ્યુલન્સના ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતને લીધે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને ગંભીર ઈજાગસ્ત એમ્બ્યુલન્સના ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં એમ્બ્યુલન્સના ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, મૂળ વાવ-થરાદ જિલ્લાના ભાભર તાલુકાના વજાપુર ગામના અને હાલ મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નાગડાવાસ ગામે રહેતા કનુભાઈ રબારી ગાંધીધામ-કચ્છ-ભુજ ખાતે ડો. ભાવિનભાઈ નાથાલાલ ઠક્કરની હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ચલાવવાનું કામ કરતા હતા. તેઓ એક પેશન્ટને ભુજથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મુકવા આવ્યા હતા. પેશન્ટને અમદાવાદ સિવિલમાં મુક્યા બાદ તેઓ એમ્બ્યુલન્સ લઈને ભુજ પરત જઈ રહ્યા હતા. વહેલી સવારે એમ્બ્યુલન્સ માલવણ ટોલનાકા પાસે રોડની વચ્ચે ડિવાઈડર પાસે ઉભેલા ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી. ટ્રકને કોઈપણ પ્રકારની આડશ કે સુરક્ષા નિશાની વગર રોડ પર ઉભો રાખવામાં આવ્યો હતો. ટ્રક સાથેની ટક્કરમાં એમ્બ્યુલન્સના આગળના ભાગનો બુકડો બોલી ગયો હતો અને ચાલક કનુભાઈ રબારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતમાં કનુભાઈ રબારીને હાથ, પગ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં તેમને પ્રથમ સારવાર માટે વિરમગામ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેમની સ્થિતિ ગંભીર હોવાથી વધુ સારવાર માટે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. અહીં ફરજ પરના તબીબે કનુભાઈ રબારીને મૃત જાહેર કર્યા હતા.

આ અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. મૃતકના પિતા ગજાભાઈ સવદાસભાઈ રબારીની ફરિયાદના આધારે બજાણા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular